________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૮]
| [ શ્રી મોક્ષમાર્ગ પ્રકાશકનાં કિરણો ખરેખર તો ત્રિકાળી દ્રવ્યસ્વભાવના આશ્રયે જ મોક્ષ પ્રગટે છે.
રોગ તો થોડો અથવા ઘણો બૂરો જ છે. જેમાં તાવ આવે તોપણ ખરાબ છે. ૯૯ ડીગ્રી તાવ છ-બાર માસ રહે તો ક્ષય રોગ થઈ જાય છે. પરંતુ ઘણા રોગની અપેક્ષાએ થોડા રોગને ભલો કહીએ છીએ, તેમ કષાયમંદતાના પરિણામની રુચિ રાખે તો આત્માની પર્યાયમાં ક્ષય લાગુ પડે છે. શુભાશુભ રાગ બન્નેને હેય સમજવા છતાં સ્વરૂપમાં લીનતા ન હોય ત્યારે અશુભને છોડી શુભમાં પ્રવર્તવું યોગ્ય છે પણ શુભને છોડી અશુભમાં પ્રવર્તવું યોગ્ય નથી.
પ્રશ્ન- કામાદિક વા સુધાદિક મટાડતાં અશુભ પરિણામ થયા વિના રહેતા નથી-કર્યા વિના રહેવાતું નથી, પણ શુભપ્રવૃત્તિ તો ઈચ્છા કરીને કરવી પડે છે. હવે જ્ઞાનીને ઈચ્છા કરવી નથી, માટે શુભનો ઉદ્યમ ન કરવો.
ઉત્તર:- સમ્યજ્ઞાનીને પોતાના શુદ્ધ આત્માની દષ્ટિ થઈ છે. જ્ઞાનાનંદના આશ્રયે યથાર્થ રીતે રાગ ઘટે છે. મિથ્યાષ્ટિ જીવને પણ કોઈ વખત શુક્લ લશ્યાના પરિણામ આવે છે, તે અપૂર્વ નથી; પણ આત્માના ભાનપૂર્વક શુદ્ધ પરિણામ થવા તે અપૂર્વ છે. જ્ઞાનીને પણ શુદ્ધતામાં લીન ન થાય ત્યાં સુધી શુભ પરિણામ આવે છે. તેમાં ઉપયોગ લાગવાથી વા તેના નિમિત્તથી વિરાગતા વધવાથી કામાદિક હીન થાય છે.
અશુભ પરિણામમાં સંકલેશતા વધારે છે; ને શુભ પરિણામથી સુધાદિકમાં સંકલેશતા થોડી થાય છે. જે અજ્ઞાની જીવ એકાંત માને છે, તેને ઉપદેશ આપે છે કે શુભ પરિણામમાં રાગની મંદતા થાય છે; ને સ્વભાવની દષ્ટિ હોય તો જેટલો અશુભ ટળે છે તેટલી અશુદ્ધતા ઘટતી જાય છે, માટે શુભોપયોગનો અભ્યાસ કરવો યોગ્ય છે. વળી ઉધમ કરવા છતાં પણ કામાદિક રહે વા સુધાદિક રહે તો તેના અર્થે જેથી થોડું પાપ લાગે તેમ કરવું; પણ શુભઉપયોગ છોડી નિઃશંક પાપરૂપ પ્રવર્તવું યોગ્ય નથી. વળી તું કહે છે કે “જ્ઞાની ઈચ્છા નથી અને શુભ ઉપયોગ ઈચ્છા કરવાથી થાય છે; પણ જેમ કોઈ પુરુષ જરા પણ ધન આપવા માગતો નથી પણ જ્યાં ઘણું દ્રવ્ય જતું જાણે ત્યાં ઈચ્છાપૂર્વક અલ્પ દ્રવ્ય આપવાનો ઉપાય કરે છે. આ તો દષ્ટાંત છે; તેમ ધર્મી જીવને જરા પણ કષાયની ભાવના નથી. આમ્રવની ભાવના કરે તો મિથ્યાષ્ટિ થઈ જાય છે; પણ ઘણાં કપાયરૂપ અશુભભાવ થતાં જાણે, ત્યાં ઈચ્છા કરીને પણ અલ્પકષાયરૂપ શુભભાવ કરવાનો તે ઉધમ કરે છે. તેમાં જે વ્યક્ત રાગાદિ થાય છે તે અસદ્દભૂત ઉપચરિત
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com