________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ૬]
[ શ્રી મોક્ષમાર્ગ પ્રકાશકનાં કિરણો કોઈને થોડા વખતે પ્રતિજ્ઞા આવે, કોઈને ઘણાં વખતે પ્રતિજ્ઞા આવે. ભરત ચક્રવર્તીને ચારિત્ર ઘણાં વખત પછી આવેલ છતાં ચારિત્રની ભાવના છૂટતી નહોતી.
સંસારમાં પૈસાનું આવવું-જવું વગેરે કાર્ય તો કર્મના નિમિત્ત અનુસાર જ બને છે, છતાં પણ તું ત્યાં કમાવા આદિનો અશુભરાગ પુરુષાર્થપૂર્વક કરે છે. કર્મથી અશુભરાગ થતો નથી, પણ વિપરીત પુરુષાર્થથી અશુભરાગ થાય છે, તો સવળા પુરુષાર્થથી આત્માના ભાનારા રાગ છોડવાનો પ્રયત્ન કરવો જોઈએ. અહીં નિશ્ચયાભાસીને કહે છે કે જો ત્યાં (ભોજનાદિકમાં) ઉદ્યમ કરે છે તો ત્યાગ કરવાનો પણ ઉદ્યમ કરવો યોગ્ય જ છે. જ્યારે તારી દશા પ્રતિભાવત્ થઈ જશે ત્યારે અમે પ્રારબ્ધ માનીશું, તારું કર્તવ્ય નહિ માનીએ; પણ તારી પ્રતિમાવત નિર્વિકલ્પદશા થઈ નથી, તો પછી સ્વચ્છંદી થવાની યુક્તિ શા માટે બનાવે છે? બને તેટલી પ્રતિજ્ઞા કરી વ્રત ધારવા યોગ્ય છે.
શુભભાવથી કર્મનાં સ્થિતિ-અનુભાગ ઘટી જાય છે. વળી ભગવાનની પૂજા વગેરે પુણ્ય આસ્રવ છે. ધર્મ નથી; પણ તેથી તે શુભભાવ છોડી અશુભભાવ કરવો ઠીક નથી. જાત્રા આદિમાં કષાયની મંદતાનો ભાવ તે પુણ્ય છે, ધર્મ નથી; તેથી તે હેય છે એમ અજ્ઞાની નિશ્ચયાભાસી માને છે. શુભભાવ ધર્મ નથી તેથી તે હેય છે તે વાત સત્ય છે; પણ તે શુભભાવને છોડીને વીતરાગ થાય તો તો ઠીક છે, પરંતુ અશુભમાં વર્તે તો તે તારું બૂરું જ કર્યું. આત્માનું ભાન થયા પછી પણ સ્વરૂપમાં લીન ન થઈ શકે તો શુભ આવે છે, પણ શુભ છોડી અશુભમાં પ્રવર્તવું ઠીક નથી. અજ્ઞાની સ્વભાવનો પુરુષાર્થ માનતો નથી ને રાગ ટાળવાનું માનતો નથી. તેને કહે છે કે શુભ પરિણામથી સ્વર્ગાદિ મળે, ભલી વાસના અને ભલાં નિમિત્તોથી કર્મનો સ્થિતિ-અનુભાગ ઘટી જાય તો સમ્યકત્વાદિની પ્રાપ્તિ પણ થઈ જાય. શુભ પરિણામથી સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થતી નથી, પણ સ્વભાવનો પુરુષાર્થ કરવાથી પ્રાપ્તિ થાય છે. હું ત્રિકાળ શુદ્ધ ચિદાનંદ છું એવી દષ્ટિ તે સમ્યગ્દષ્ટિનું કારણ છે, પણ સમ્યગ્દર્શનમાં દેવદર્શન-પૂજન, તત્ત્વશ્રવણ આદિ શુભ ભાવ નિમિત્ત છે, તેથી વ્યવહારે તેનાથી થાય એમ કહેલ છે.
શુભભાવના નિમિત્તે કર્મનાં સ્થિતિ-રસ ઘટી જાય છે. જડ કર્મનો સ્થિતિરસ ઘટવાનો તે ક્રમ હતો, તે સમયની લાયકાત હતી તે પર્યાય શુભભાવને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com