________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
| [ ૫૭
અધિકાર સાતમો] આધીન નથી, પણ શુભભાવની સાથે નિમિત્તનૈમિત્તિક સંબંધ કેવો હોય તે બતાવે છે. છતાં કોઈ પદાર્થ કોઈ પદાર્થને આધીન નથી, દરેક દ્રવ્ય અસહાય છે, અશુભ ઉપયોગથી નરક-નિગોદાદિક થાય વા બૂરી વાસના અને બૂરાં નિમિત્તોથી કર્મનાં સ્થિતિ-અનુભાગ વધી જાય તો સમ્યકત્વાદિ પણ મહા દુર્લભ થઈ જાય. શુભોપયોગથી કષાયમંદતા થાય છે ને અશુભોપયોગથી તીવ્રતા થાય છે, માટે શુભ છોડી અશુભભાવ કરવો તે વ્યાજબી નથી. અહીં ઉપદેશનાં વાક્યો છે. અજ્ઞાની શુભ-અશુભના વિવેકને સમજતો નથી. તેને સમજાવે છે કે જેમ કડવી વસ્તુ ના ખાવી અને વિષ ખાવું એ અજ્ઞાન છે, તેમ શુભનાં કારણો છોડી તીવ્ર અશુભના કારણો સેવવાં તે અજ્ઞાન છે.
પ્રશ્ન- શાસ્ત્રમાં શુભ-અશુભ પરિણામને સમાન કહ્યા છે-આસ્રવ કહ્યા છે, બન્ને બંધનાં કારણ છે; માટે અમારે વિશેષ જાણવું યોગ્ય નથી.
ઉત્તર- જે જીવ શુભ પરિણામને-દયા, દાન, પૂજા, વ્રતાદિને મોક્ષનાં કારણ માની ઉપાદેય માને છે તે મિથ્યાષ્ટિ છે. તે, શુભથી ક્રમે ક્રમે શુદ્ધતા થશે એમ માને છે અને પુણ્ય-પાપ રહિત શુદ્ધસ્વભાવને ઓળખતો નથી. સાધકદશામાં શુભભાવ આવે છે, પણ તે ધર્મનું કારણ નથી. શુભભાવ મંદ મલિન પરિણામ છે. તેને મોક્ષનું કારણ માને છે તે વીતરાગ દેવને તથા તેમના શાસ્ત્રને માનતો નથી; તેથી તે મિથ્યાદષ્ટિ છે. પુણ્ય-પાપથી રહિત શુદ્ધ આત્માના અવલંબને શુદ્ધ ઉપયોગ પ્રગટે છે તેની તેને ખબર નથી. આત્મામાં શુભ પરિણામ હો કે અશુભ પરિણામ હોબન્ને અશુદ્ધ છે, ને આત્માના આશ્રયે જે પરિણામ થાય તે શુદ્ધ છે. શુભ-અશુભ બન્ને આસ્રવ છે-બંધ છે, મોક્ષનાં કારણ નથી; તેથી બન્નેને સમાન બતાવીએ છીએ. શુભાશુભ બને આસ્રવ છે પણ અશુભને છોડી શુભમાં પ્રવર્તવું યોગ્ય છે.
શુભ પરિણામમાં કપાય મંદ છે ને અશુભ પરિણામમાં તીવ્ર છે; તેથી જેને આત્માની દષ્ટિ થઈ છે તેને વ્યવહારની અપેક્ષાએ અશુભ કરતાં શુભને ઠીક કહ્યો છે. ચોથે, પાંચમે, છઠે ગુણસ્થાને જ્ઞાનીને શુભ પરિણામ થાય છે, પણ જ્ઞાની તેને બંધનું કારણ માને છે. મુનિને ૨૮ મૂળગુણ પાલનનો વિકલ્પ આવે છે તે પુણ્ય આસ્રવ છે, તે મોક્ષનું કારણ નથી. ત્રિકાળી જ્ઞાયકસ્વભાવ જ મોક્ષનું કારણ છે. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપી મોક્ષમાર્ગ પણ મોક્ષનું કારણ વ્યવહારથી કહેવાય છે; કેમ કે તે અધૂરી પર્યાય છે. અધૂરી પર્યાય મોક્ષનું ખરું કારણ નથી.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com