________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અધિકા૨ સાતમો ]
[૫૫
ઉત્તર:- પ્રતિજ્ઞા ગ્રહણ કરતાં જેનો નિર્વાહ થવો ન જાણે તે પ્રતિજ્ઞા ન કરે. સાધુપણું-નગ્નપણું લઈ લીધું હોય અને આત્માનું ભાન તો ન હોય, પછી ઉદ્દેશિક આહાર પણ લઈ લે તો તે દોષ છે. સમજ્યા વિના હઠથી મુનિપણું લઈ લે ને પછી પ્રતિજ્ઞાભંગ કરે. પ્રતિજ્ઞા ન લેવી તે પાપ નથી, પણ પ્રતિજ્ઞા લઈને ભંગ કરવી તે મહા પાપ છે. પ્રતિજ્ઞા એવી ન લેવી જોઈએ કે જેનો નિર્વાહ થઈ શકે નહિ. પોતાની શક્તિ-અનુસાર પ્રતિજ્ઞા લેવી જોઈએ. પ્રતિમા-વ્રત પણ સહજ હોય છે. આહા૨-પાણી બનાવે મુનિ માટે અને ગૃહસ્થ કહે કે-‘આહારશુદ્ધિ, મનશુદ્ધિ, વચનશુદ્ધિ, કાર્યશુદ્ધિ, ' તો તે અસત્ય છે; એમાં ધર્મ તો નથી પણ યથાર્થ શુભભાવ પણ નથી.
"
વળી પ્રતિજ્ઞા વિના અવિરત સંબંધી બંધ મટતો નથી માટે પ્રતિજ્ઞા લેવી યોગ્ય છે. કોઈ કહે કે સમંતભદ્રાચાર્યે મુનિપણું લીધા પછી પ્રતિજ્ઞા ભંગ કરી હતી તો, ત્યાં સ્વચ્છંદની વાત નથી. ત્યાં તો એવો રોગ થયો અને એવા રોગમાં મુનિપણું ટકાવી શકે એટલો પુરુષાર્થ નહોતો; તેથી એ પ્રમાણે થયું છે. વખત આવ્યે મુનિપણું પાછું લઈ લીધું હતું. હઠથી મુનિપણું લીધું ન હતું. વર્તમાન નિર્વાહ થઈ શકે એવું લાગ્યું નહિ તેથી મુનિપણું છોડયું હતું; પણ પ્રથમથી જ વખત આવ્યે છોડી દઈશું એવી ભાવના ન હતી. માટે પ્રતિજ્ઞા યથાશક્તિ લેવી યોગ્ય છે.
*
વીર સં. ૨૪૭૯ માહ વદ ૧૨ બુધવા૨, તા. ૧૨-૩-૫૩
અજ્ઞાની કહે છે કે કર્મનો તીવ્ર ઉદય આવે ને પડી જઈએ તો? તો તે વાત બરાબર નથી. ઉદયનો વિચાર કરે તો કાંઈ પણ પુરુષાર્થ થઈ શકે નિહ. કર્મ કર્મનાં કારણે આવે છે, તેના ઉપર દષ્ટિ દેવાની જરૂર નથી. કર્મનો ઉદય આત્માને નડતો નથી. પોતે સ્વભાવનો પુરુષાર્થ કરે તો કર્મ સ્વયં ટળી જાય છે. જેમ પોતાને જેટલું ભોજન પચતું જાણે તેટલું ભોજન લે; પણ કદાચિત્ કોઈને અજીર્ણ થયું હોય તે ભયથી ભોજન છોડી દે તો મરણ થાય. તેમ આત્માના ભાનસહિત સહનશીલતાપૂર્વક પ્રતિજ્ઞા લે, પણ કદાચિત્ કોઈને પ્રતિજ્ઞાથી ભ્રષ્ટપણું થયું હોય, તે ભયથી પોતે પ્રતિજ્ઞા ન લે તો અસંયમ જ થાય. માટે બને તેટલી પ્રતિજ્ઞા લેવી.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com