________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અધિકાર સાતમો]
[ ૫૩ પરિણામ ન હોય તો એવી ક્રિયા ન હોય, એવો નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે. ખાવાના પરિણામ કરે છે અને બહારમાં ખાવાની ક્રિયા થાય છે, છતાં ત્યાં પરિણામ શુદ્ધ છે એમ માને તે મિથ્યાદષ્ટિ છે. શરીર આદિની ક્રિયા તો જડની છે, પણ તે વખતે પરિણામ તો જીવના છે. લક્ષ્મીનો સંગ્રહ થાય છે તે જડની ક્રિયા છે, પણ તે વખતે પરિગ્રહ અને લોભના પરિણામ જીવના છે; તેને શુદ્ધભાવ માને તે મિથ્યાષ્ટિ છે.
લડાઈની ક્રિયા સ્વયં જડના કારણે થાય છે, પણ તે વખતે તે ક્રિયામાં જે જીવ ઊભો હોય તે એમ કહે કે મારા પરિણામ શુદ્ધ છે તો તે વાત ખોટી છે, કેમકે તે પરિણામને અને જડની ક્રિયાને નિમિત્તનૈમિત્તિકસંબંધ છે. નિમિત્તથી કાર્ય થાય એમ જે માને તે મિથ્યાદૃષ્ટિ છે; પણ જડમાં કાર્ય થાય છે તે વખતે પોતાના પરિણામ અશુદ્ધ છે એને ન માને તો તે પણ મિથ્યાષ્ટિ છે. મકાનાદિની ક્રિયા થાય છે તે તો જડની ક્રિયા છે, પણ તે બનતી વખતે તે રાગી જીવનું નિમિત્ત છે તે જીવ એમ કહે કે મને ત્યાં વીતરાગ ભાવ હતો, તો તે વાત ખોટી છે. આત્મા જડની ક્રિયા તો ત્રણ કાળમાં કરી શકતો નથી; પણ પૈસા આદિના સંબંધમાં જે અશુભ ભાવ પોતાને થાય છે તેને શુદ્ધ પરિણામ માને તે નિશ્ચયાભાસી મિથ્યાદષ્ટિ છે.
ખાવાપીવાની તથા પૈસા લેવા આદિની ક્રિયા તો તું ઉદ્યમી થઈને કરે છે એટલે કે એ પ્રકારનો રાગ તો તું ઉદ્યમી થઈને કરે છે; એ રાગનો આરોપ જડની ક્રિયામાં કર્યો છે. કોઈ એમ કહે કે આપણે પચીસ માણસને જમવાનું કહો અને પછી જમવા આવે ત્યારે કહેવું કે ભોજનની ક્રિયા થવાની ન હતી તેથી ન થઈ; પણ પચીસ માણસને જમવાનું કહેવાનો રાગ તો પોતે કર્યો હતો, તો તેની વ્યવસ્થાનો રાગ પણ પોતે કરે છે; તેથી પરની ક્રિયા ઉદ્યમી થઈને પોતે કરે છે એમ કહેલ છે. એવો નિમિત્તનૈમિત્તિકસંબંધ છે, એનું જ્ઞાન કરાવે છે. આહાર લે છે અને ઈચ્છા નથી એમ બને નહિ. કેવળીને ઈચ્છા નથી તો આહાર પણ નથી. મુનિ વસ્ત્રપાત્ર રાખે અને કહે કે અમારી ઈચ્છા નથી, અમને મૂછ નથી તો તે જૂઠો છે. ભાવલિંગી મુનિને એવા મૂછના પરિણામ નથી તો તેમને વસ્ત્રાદિનો પરિગ્રહ પણ હોતો નથી, એવો નિમિત્તનૈમિત્તિકસંબંધ છે.
આત્મા હિંસાદિના પરિણામ તો પુરુષાર્થપૂર્વક પોતે કરે છે. તે પરિણામ થાય છે માટે પરમાં હિંસાદિની ક્રિયા થાય છે એમ પણ નથી; છતાં હિંસાદિની ક્રિયા વખતે પોતાના પરિણામ અશુભ હોય છે; તેને શુદ્ધ પરિણામ માને તો તે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com