________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૫૧
અધિકાર સાતમો]
કરુના હમ પાવત હૈ તુમકી, વહ બાત રહી સુગુરુગમકી ; પલમેં પ્રગટે મુખ આગલસે, જબ સગુરુચર્ન સુપ્રેમ બસે. ૫ તનસે, મનસે, બનસે, સબસે, ગુરુદેવ કિ આન સ્વઆત્મ બસે, તબ કારજ સિદ્ધ બને અપનો, રસ અમૃત પાવહી પ્રેમ ઘનો. ૬
પંચમહાવ્રત ધારણ કર્યા, બાર બાર મહિનાના ઉપવાસ કર્યા, જંગલમાં રહ્યો, મૌન રહ્યો, તપ કરીને સૂકાઈ ગયો, શાસ્ત્ર ભણ્યો, અગિયાર અંગનું જ્ઞાન કર્યું, મતનું મંડન-ખંડન કર્યું, પણ પર લક્ષ છોડીને આત્માનું લક્ષ કર્યું નહીં. બહારનાં સાધન અનંતવાર કર્યો પણ આત્મકલ્યાણ થયું નહિ, સદગુરુનો સમાગમ કરીને વસ્તુનો મર્મ જાણો નહિ.
અહીં એમ કહ્યું છે કે તત્ત્વજ્ઞાનથી પરામુખ છે તે મિથ્યાદષ્ટિ છે. સાતે તત્ત્વ પૃથક પૃથક છે એમ જેણે યથાર્થ જાણ્યું નથી તે આત્માથી પરામુખ છે. એમ એમાં આવી જાય છે. જે તત્ત્વજ્ઞાનથી પરાભુખ છે અને એકલા બાહ્ય તપથી મોક્ષ માને છે તે મિથ્યાષ્ટિ છે.
પહેલાં તત્ત્વજ્ઞાન કરવું જોઈએ કોઈ કહે કે તત્ત્વજ્ઞાન ન હોય તેણે શું કરવું? તેને કહે છે કે પહેલાં તત્ત્વજ્ઞાન કરવું. શુભાશુભ ભાવ તો ક્રમ પ્રમાણે આવે છે. શુભ-અશુભ ભાવમાં દષ્ટિ અને રુચિ છે એને ફેરવીને હું આત્મા ચિદાનંદ છું એની દષ્ટિ અને રુચિ કરવી. પર પદાર્થની પર્યાય તો આત્મા કરી શકતો નથી. સ્ત્રી, કુટુંબ, પૈસા, શરીર, કર્મ, આદિની પર્યાય જે કાળે થવાની તેને ફેરવવી નથી. વળી આત્માની પર્યાયમાં જે શુભાશુભ પરિણામ થાય છે તેને પણ ફેરવવા નથી. આત્મા જ્ઞાનાનંદ છે, એમ રુચિ કરવી તે સમ્યગ્દર્શનનો યથાર્થ ઉપાય છે.
વીર સં. ૨૪૭૯ મહા વદ ૧૧ મંગળવાર તા. ૧૦-૨-૧૩ આત્મામાં વિકાર થાય છે તે આસ્રવ છે. શુદ્ધાત્માની દૃષ્ટિએ રાગ ઘટી જાય છે તેને બાહ્યમાં ત્યાગ એ પ્રકારનો હોય છે. એનો શાસ્ત્રમાં નિષેધ કર્યો નથી. જો શાસ્ત્રમાં રાગનો અભાવ કરવાનો ઉપદેશ ન આપ્યો હોય તો તો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com