________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૪]
[ શ્રી મોક્ષમાર્ગ પ્રકાશકનાં કિરણો જૂઠો છે-મિથ્યાદષ્ટિ છે. આમ પરિણામ પોતે કરે અને માને કે તે પરિણામ મને થતા જ નથી. તો તેને તે હિંસાદિ પરિણામનો નાશ કરવાનો પુરુષાર્થ થતો નથી. પોતામાં અશુભભાવ થાય છે તે વખતે હિંસાદિની ક્રિયા બહારમાં થાય છે તેને તો તું ગણતો નથી અને પરિણામ શુદ્ધ છે એમ હું માને છે; પણ એમ માનતાં તારા પરિણામ કદી પણ સુધરશે નહિ. એટલે કે અશુદ્ધ પરિણામ જ રહેશે.
આત્મજ્ઞાની મુનિ સંત આહારની ક્રિયામાં દેખાય છે તે વખતે પણ એમને શુભભાવ હોય છે. આહારનો વિકલ્પ શુદ્ધભાવ નથી. એવો નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે એમ માનવું જોઈએ.
હવે એમાંથી પ્રશ્ન કરે છે કે-પરિણામને રોકવાથી બાહ્ય હિંસાદિ ઘટાડી શકાય છે-એ વાત તો બરાબર છે, પણ પ્રતિજ્ઞા કરવામાં તો બંધ થાય છે. માટે પ્રતિજ્ઞારૂપ વ્રત અંગીકાર કરવા નહિ.
સમ્યગ્દર્શન પછી જ સાચી પ્રતિજ્ઞા હોય છે ઉત્તર:- જે કાર્ય કરવાની આશા રહે તેની પ્રતિજ્ઞા લેવાતી નથી, તથા એ રાગભાવથી કાર્ય કર્યા વિના પણ અવિરતિનો બંધ થયા જ કરે છે, માટે પ્રતિજ્ઞા અવશ્ય કરવી યોગ્ય છે. રાગનો જેટલો ભાવ છે એટલું બંધન છે. પ્રતિજ્ઞા કરવાની વાત તો સમ્યગ્દર્શન થયા પછીની છે. સમ્યગ્દર્શન વગર યથાર્થ પ્રતિજ્ઞા હોતી નથી. પ્રતિજ્ઞા લેવાનો વિકલ્પ જ્ઞાનીને આવ્યા વિના રહેતો નથી. જ્ઞાની સમજે છે કે વિકલ્પ તે રાગ છે, છતાં વ્રતાદિની પ્રતિજ્ઞાનો વિકલ્પ આવે છે. સમ્યગ્દષ્ટિને પ્રતિજ્ઞામાં પરિણામની દઢતા થાય છે. અહીં પરની વાત નથી, તેથી બહારમાં આવા કાર્યો ન કરવાં એ તો નિમિત્તથી કથન છે; પણ એવા પરિણામ ન કરવા એમ જ્ઞાની સ્વભાવ દષ્ટિપૂર્વક પરિણામ દઢ કરે છે. વળી કાર્ય કરવાનું બંધન થયા વિના પરિણામ કેવી રીતે રોકાશે? પ્રયોજન પડતાં તદ્રુપ પરિણામ અવશ્ય થઈ જાય અથવા પ્રયોજન પડયા વિના પણ તેની આશા રહે છે. માટે પ્રતિજ્ઞા અવશ્ય કરવી યોગ્ય છે. વળી જો આત્માના ભાન વિના પ્રતિજ્ઞા લઈ લે તો તે બાળ વ્રત છે.
પ્રશ્ન- પ્રતિજ્ઞા કર્યા પછી ન જાણે કેવો ઉદય આવશે અને તેથી પાછળથી પ્રતિજ્ઞાભંગ થાય તો મહાપાપ લાગે માટે પ્રારબ્ધ અનુસાર જે કાર્ય બને તે બને પણ પ્રતિજ્ઞાનો વિકલ્પ ન કરવો.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com