________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અધિકાર સાતમો ]
[ ૪૯
જો ઈચ્છાનો નાશ થાય તો તેનાં નિમિત્તનો અભાવ પણ થયા વિના રહે નહિ. પર વસ્તુના કારણે રાગ થાય છે એમ જ્ઞાની માનતો નથી. સ્વભાવના પ્રયોજન વિના રાગ છૂટતો નથી. ૫૨વસ્તુ છૂટવાથી રાગ છૂટી જાય એમ નથી. જ્ઞાનના પુરુષાર્થથી રાગ સહજ છૂટી જાય છે. ત્યારે કર્મ એના કા૨ણે છૂટી જાય છે.
જ્ઞાનીએ સ્વાધીનપણે પુરુષાર્થ કરીને રાગદ્વેષને છોડવા જોઈએ. એવા સાધનમાં ઈષ્ટ-અનિષ્ટ સામગ્રી ગમે તેવી મળે તો પણ જ્ઞાનીને રાગદ્વેષ થતો નથી. હવે જોઈએ તો એ પ્રમાણે, પણ એકાંત નિશ્ચયાભાસીને અનશનાદિથી દ્વેષ થયો છે તેથી તેને તે કલેશ ઠરાવે છે. અનશનાદિને કલેશનું કારણ માન્યું. તો ભોજનાદિ કરવામાં ઈષ્ટપણું થયું. આ રીતે ૫૨વસ્તુમાં ઈષ્ટ-અનિષ્ટપણું થયા વિના રહ્યું નહિ; એવી દશા તો પર્યાયષ્ટિ સંસારીઓને પણ હોય છે, તો તેં મોક્ષમાર્ગી થઈ શું કર્યું ? તારામાં અને મિથ્યાદષ્ટિમાં કાંઈ ફેર રહ્યો નહિ એમ કહે છે.
*
વીર સં. ૨૪૭૯ માહ વદ ૧૦ સોમવાર, તા. ૯-૨-૫૩
મિથ્યાદષ્ટિ નિશ્ચયાભાસીને યથાર્થ રાગ ઘટાડવાની ભાવના પણ હોતી નથી, તેથી તે કહે છે કે સમ્યગ્દષ્ટિ પણ તપશ્ચરણ કરતા નથી, માટે અમે પણ તપ કરતા નથી.
તેનો ઉત્ત૨:- તપનો અર્થ તો ઈચ્છાનો નિરોધ છે. સમ્યગ્દષ્ટિને જ યથાર્થ ઈચ્છાનો નિરોધ હોય છે, મિથ્યાદષ્ટિને હોતો નથી. ચોથા ગુણસ્થાને સમ્યગ્દષ્ટિ સંસારમાં લાખો વર્ષ સુધી રહે છે. ત્રાસી લાખ પૂર્વ ઋષભદેવ ભગવાન સંસારમાં રહ્યા હતા. સમ્યગ્દષ્ટિ હતા પણ મુનિપણું લીધું ન હતું. અંતરમાં સ્વભાવદષ્ટિ તો હતી, પણ પુરુષાર્થની નબળાઈના કારણે ચારિત્રદશા અંગીકાર કરી શક્યા નહિ. સમ્યગ્દષ્ટિને તપ થઈ શકતું નથી, પણ શ્રદ્ધાનમાં તો તપ એટલે ચારિત્રને તે ભલું જાણે છે. શ્રાવદશામાં રહ્યા છતાં પણ ધર્મીને મુનિપણાની ભાવના વર્તે છે. પોતાની પર્યાયમાં કમજોરી છે, તેથી ચારિત્ર પ્રગટતું નથી, એમ જાણે છે. ચક્રવર્તીને છત્તું કરોડ ગામ હોય છે, છત્તું હજા૨ સ્ત્રી હોય છે, છત્તું કરોડ પાયદળ હોય છે, ચોસઠ હજાર પુત્ર હોય છે, બત્રીસ હજાર પુત્રી હોય છે; છતાં એમને ભાવના તો ચારિત્રદશાની હોય છે. મિથ્યાદષ્ટિનું
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com