________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૮]
શ્રી મોક્ષમાર્ગ પ્રકાશકનાં કિરણો માને છે. જ્ઞાનીને અજ્ઞાન ટળી ગયું હોવાથી એવો રાગદ્વેષ હોતો નથી. સંસારીને અનુકૂળ ભોજનાદિમાં પ્રીતિ થાય છે ને પ્રતિકૂળ સામગ્રીમાં વૈષ થાય છે. સામગ્રી અનુકૂળ-પ્રતિકૂળ છે જ નહિ, કેમ કે તે તો જડની પર્યાય છે; જ્ઞાની તો એને જ્ઞાનનું જ્ઞય જાણે છે. અજ્ઞાની સામગ્રીને ઈષ્ટ-અનિષ્ટ માને છે. સુધા લાગવી તેને અનિષ્ટ માને છે પણ અનિષ્ટ નથી; અને ભોજન મળવું એને અજ્ઞાની ઈષ્ટ માને છે પણ તે ઈષ્ટ નથી. માટે પર વસ્તુમાં ઈષ્ટ-અનિષ્ટપણે માનવું તે મિથ્યાત્વ છે. જ્ઞાની પદ્રવ્યને ઈષ્ટ-અનિષ્ટ માનતો નથી. તેથી તેને પરદ્રવ્યના કારણે રાગદ્વેષ થતો નથી. પોતાની નિર્બળતાથી અલ્પ રાગાદિ થાય છે, તેના નાશ માટે નિમિત્તથી ભોજન આદિ છોડવાનો ઉપદેશ આપે છે.
તત્ત્વદષ્ટિ કેવી છે? તે, લોકોએ સાંભળી નથી. મોક્ષમાર્ગની મૂળ રકમ શું છે એની ખબર નથી. સમ્યગ્દર્શન તે મૂળ રકમ છે. એની અહીં વાત કરે છે. સમ્યગ્દષ્ટિને પરવસ્તુ ઈષ્ટ-અનિષ્ટ માનીને રાગ થતો નથી. પરવસ્તુના કારણે રાગ થતો નથી. પરના કારણે રાગ થાય તો કેવળીને પણ રાગ થવો જોઈએ. અહીં પંડિતજીએ યથાર્થ વાત કરેલ છે. સુકીશલ મુનિના શરીરને વાઘણ ખાય છે. તે તેમની પૂર્વભવની માતા હતી. સુકોશલ મુનિને એના ઉપર દ્વેષ થતો નથી. જે નિમિત્તના કારણે દ્વેષ થતો હોય તો મુનીને દ્વેષ થવો જોઈએ, પણ એમ બનતું નથી. જો ઈષ્ટ-અનિષ્ટ સામગ્રી જોઈને રાગદ્વેષ થાય તો તે સમ્યગ્દષ્ટિ નથી પણ મિથ્યાદષ્ટિ છે.
આત્માની પર્યાયમાં વિકાર થાય છે, તે ભાવબંધ છે; અને તે વખતે એકક્ષેત્રોવગાહીપણે કર્મનું બંધન થાય છે, તે દ્રવ્યબંધ છે. દ્રવ્યબંધ થયો તે જડ છે અને ભાવબંધ આત્માની પર્યાયમાં છે. દ્રવ્યબંધમાં ભાવબંધનો અભાવ છે. બે ચીજ જુદી છે. તે નજીક રહે માટે એકબીજામાં ભળી જાય-એમ નથી. કર્મ પોતાનાં દ્રવ્ય-ક્ષેત્રકાળ-ભાવમાં રહે છે; અને આત્મા પોતાનાં દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવમાં રહે છે. માટે આત્મામાં કર્મ નથી અને કર્મમાં આત્મા નથી. બન્નેને નિમિત્ત-નૈમિત્તિકસંબંધ છે. અજીવતત્ત્વ અને જીવતત્ત્વ અન્ન ભિન્ન ભિન્ન છે; એમ ન માને તો સાત તત્ત્વની પણ યથાર્થ પ્રતીતિ રહેતી નથી; માટે જીવાદિ તત્ત્વની જેને ખબર નથી એને સમ્યગ્દર્શન હોય નહિ.
જો સ્વાધિનપણે એવું સાધન થાય તો પરાધીનપણે ઈષ્ટ-અનિષ્ટ સામગ્રી મળતાં પણ રાગ-દ્વેષ ન થાય. ઈચ્છાના નાશનો ધર્મીને પુરુષાર્થ હોવો જોઈએ.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com