________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૬]
[ શ્રી મોક્ષમાર્ગ પ્રકાશકનાં કિરણો પ્રશ્ન:- સ્વર્ગ-નરકાદિકને જાણવાથી તો ત્યાં રાગદ્વેષ થાય છે.
ઉત્તરઃ- જ્ઞાની સ્વર્ગને અનુકૂળ તથા નરકને પ્રતિકૂળ માનતો નથી. પુણ્યથી સ્વર્ગ મળે છે ને પાપથી નરક મળે છે એમ જ્ઞાની જાણે છે. જ્ઞાની શુભાશુભને હેય માને છે તો પછી તેનું ફળ જે સ્વર્ગ-નરકાદિ તેને તે ઉપાદેય માને તેમ કદી બને નહિ. અજ્ઞાની પુણને અને તેના ફળને ઉપાદેય માને છે. જ્ઞાની પુણ્યને પુણ્ય માને છે. ધર્મને ધર્મ માને છે. પુણ્યને બંધનું કારણ સમજે છે. માટે તેને સ્વર્ગનરકાદિકને જાણતાં રાગદ્વેષની બુદ્ધિ થાય નહિ; અજ્ઞાનીને થાય. જ્યાં પાપ છોડી પુણકાર્યમાં લાગે ત્યાં કંઈક રાગાદિક ઘટે જ છે.
પ્રશ્ન- શાસ્ત્રમાં તો એવો ઉપદેશ છે કે પ્રયોજનભૂત થોડું જ જાણવું કાર્યકારી છે માટે ઘણા વિકલ્પ શા માટે કરવા?
ઉત્તર- સાત તત્ત્વ અથવા નવ પદાર્થ જાણવા જરૂરના છે, જે જીવ બીજાં બહું જાણે ને પ્રયોજનભૂત ન જાણે તેને કહ્યું છે કે પ્રયોજનભૂત જાણો; અથવા જેનામાં બહુ જાણવાની શક્તિ નથી તેને આ ઉપદેશ આપ્યો છે. જેની બુદ્ધિ થોડી છે તેને કહ્યું કે થોડું પણ પ્રયોજનભૂત જાણો. શિવભૂતિ મુનિને વિશેષ બુદ્ધિ ન હતી, પણ તેમણે પ્રયોજનભૂત તત્ત્વ જાણું હતું. વળી જેને બુદ્ધિ ઘણી છે તેને કીધું નથી કે બહુ જાણવાથી બૂરું થશે; ઊલટું બહું જાણવાથી જ્ઞાન નિર્મળ થશે. શાસ્ત્રમાં પણ એમ કહ્યું છે કે–સામન્યશાસ્ત્રાઁ નૂન, વિશેષો વત્તવાન્ ભવેત્ સામાન્ય કરતાં વિશેષ બળવાન છે. અહીં સામાન્ય એટલે દ્રવ્ય ને વિશેષ એટલે પર્યાય એવો અર્થ નથી. પર્યાયષ્ટિ છોડીને દ્રવ્યદૃષ્ટિ કરવી એ વાત પણ અહીં કરવી નથી; પણ સામાન્ય એટલે સંક્ષેપથી જાણવા કરતાં વિશેષતાથી–બહોળતાથી–ઘણાં પડખાંથી જાણવું તે નિર્મળતાનું કારણ છે. આત્માનું ભાન થયું છે તેવા જીવને વિશેષ જ્ઞાન નિર્મળતાનું કારણ છે. સામાન્ય એટલે દ્રવ્ય ને વિશેષ એટલે પર્યાય માટે દ્રવ્ય કરતાં પર્યાય બળવાન છે એમ કહેવું નથી. ધર્મ પ્રગટ કરવામાં બળવાન તો દ્રવ્ય છે, ને દ્રવ્ય સામાન્યના આશ્રયે જ નિર્મળતા થાય છે; પણ તે અહીં કહેવું નથી. અહીં વિશેષ જ્ઞાન થવું તે નિર્મળતાનું કારણ છે એમ કહેવું છે. હું આત્મા જ્ઞાયક છું એવી સામાન્યની દૃષ્ટિ તો કાયમ રાખવી. સામાન્ય આત્મા ઉપર દષ્ટિ રાખવી ને જ્ઞાનની વિશેષતા કરવી તે નિર્મળતાનું કારણ છે એમ અહીં કહેવું છે. વિશેષ જાણવાથી વિકલ્પ થાય છે એમ અજ્ઞાની એકાંત ખેંચે છે તેને સમજાવ્યું છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com