________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૪]
| [ શ્રી મોક્ષમાર્ગ પ્રકાશકના કિરણો વળી કેવળ આત્મજ્ઞાનથી જ મોક્ષમાર્ગ થાય નહિ. પણ સાત તત્ત્વોનું શ્રદ્ધાનજ્ઞાન થતાં, તથા રાગાદિક દૂર થતાં મોક્ષમાર્ગ થશે. જીવ, અજીવ, આસ્રવ બંધ, સંવર, નિર્જરા ને મોક્ષ-એ સાત તત્ત્વો પૃથક પૃથક છે એમ જાણવું જોઈએ. હું શુદ્ધ ચિદાનંદ છું તે જીવ; શરીર, કર્મ આદિ અજીવ છે, તે મારાથી ભિન્ન છે; દયા, દાનાદિ તથા હિંસા જૂઠું વગેરે આસ્રવ છે; તેમાં અટકવું તે બંધ છે; આત્માના ભાન દ્વારા સંવર થાય છે; વિશેષ સ્થિરતા દ્વારા શુદ્ધિની વૃધ્ધિરૂપ નિર્જરા થાય છે, સંપૂર્ણ શુદ્ધિ તે મોક્ષ છે. જો કર્મને લઈને આસ્રવ માને તો અજીવ ને આસ્રવ એક થઈ જાય. શરીરનું હાલવું ચાલવું વગેરે અજીવની પર્યાય છે, તે આત્માની પર્યાય નથી. આત્માથી શરીર ચાલે એમ માને તો આત્મા ને શરીર જુદાં ન માન્યા. પુણ્ય-પાપના ભાવ આસ્રવ છે; તેમાં અટકી જવું તે બંધ છે. આત્માના અવલંબને જે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર પ્રગટે છે તે સંવર-નિર્જરા છે. પૂર્ણદશા પ્રગટે તે મોક્ષ છે.
કર્મથી વિકાર માને તો અજીવ ને આસ્રવ એક માન્યાં. આત્માથી શરીર ચાલે એમ માને તો જીવ ને અજીવ એક માન્યાં-આમ માનવાથી સાત તત્ત્વ રહેતાં નથી. સાત તત્ત્વ જુદાં જુદાં ન માને તો મિથ્યાષ્ટિ થઈ જાય છે. શરીરની ક્રિયા અજીવની છે, ઈચ્છા આસ્રવ છે, જ્ઞાતાદ્રષ્ટા જીવતત્ત્વ છે–આમ સાતે તત્ત્વ જુદાં જુદાં છે. અજ્ઞાની કહે છે કે અમને આત્માનું જ્ઞાન છે. તેને કહે છે કે સાત તત્ત્વના યથાર્થ જ્ઞાન વિના એકલા આત્માનું જ્ઞાન તે સાચું જ્ઞાન નથી. જીવાદિ સાત તત્ત્વ જેમ છે તેમ માનવાં જોઈએ. વળી વ્યવહાર રત્નત્રયથી નિશ્ચય રત્નત્રય માને તો આસ્રવ ને સંવર એક થઈ જાય છે, સાત રહેતાં નથી. સાત તત્ત્વના ઠેકાણાં નથી ને આત્મજ્ઞાન માને તો તે જૂઠો છે, વ્યવહારથી ધર્મ માને તે પણ જૂઠો છે. સાતની શ્રદ્ધા ને જ્ઞાન વિના રાગાદિનો ત્યાગ થઈ ચારિત્ર થતું નથી.
અહીં નિશ્ચયાભાસીને કહે છે કે પ્રથમ સાત તત્ત્વોનાં સ્વતંત્ર શ્રદ્ધાનજ્ઞાન થવાં જોઈએ, ત્યાર પછી સ્વભાવના આશ્રયે વીતરાગતા થાય છે. સાત તત્ત્વોનાં શ્રદ્ધાન-જ્ઞાન તે સમ્યગ્દર્શન–જ્ઞાન છે તે રાગાદિનું દૂર થવું તે ચારિત્રદશા છે. આ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર તે મોક્ષમાર્ગ છે. મુનિને ૨૮ મૂળગુણનું પાલન હોય છે તે આસ્રવતત્ત્વ છે, તે ચારિત્ર નથી. જ્ઞાયકસ્વભાવમાં એકાગ્રતા થતાં આસવ-બંધ હીન થઈ જાય છે ને સ્થિરતા થાય છે તે ચારિત્ર છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com