________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૪૫
અધિકાર સાતમો ]
હવે સાત તત્ત્વોનાં વિશેષો જાણવા માટે જીવના ને અજીવના વિશેષો જાણવાં. પુણ્ય-પાપ પરિણામ આસ્રવ છે; જડકર્મ સ્વતંત્ર આવે છે તે દ્રવ્યઆસ્રવ છે; જીવ વિકારી પરિણામમાં અટકે છે તે ભાવબંધ છે, ને કર્મ બંધાય છે તે દ્રવ્યબંધ છે. જ્યાં ભાવ-આસ્રવ છે ત્યાં દ્રવ્ય-આસ્રવ થાય છે. એકબીજાને લીધે આવે છે એમ કહેવું તે નિમિત્તનું કથન છે. પરિણામનું થવું સ્વતંત્ર છે. ને કર્મનું આવવું સ્વતંત્ર છે; કોઈને લીધે કોઈ નથી. જીવની પર્યાયમાં જે પરિણામ થાય તે ભાવ-આસ્રવ છે, ને તેટલા પ્રમાણમાં કર્મનું આવવું થાય છે. એટલો નિમિત્તનૈમિત્તિકસંબંધ બતાવવા ભાવ-આસવને લીધે દ્રવ્ય-આસ્રવ થાય છે એમ કહેવાય છે; પણ એકને લીધે બીજો થતો નથી. કર્મની પર્યાય નૈમિત્તિક સ્વતંત્ર થાય છે તો ભાવઆસવને નિમિત્ત કહેવાય છે; તેવી રીતે જીવ પોતે વિકાર કરે તો કર્મના ઉદયને નિમિત્ત કહેવાય છે.
અશુભ નિમિત્તોથી ઉપયોગ ખેસવી દ્રવ્ય-ગુણ-પર્યાયનો વિચાર કરવોઃ હું ત્રિકાળી દ્રવ્ય છું, ગુણો પણ ત્રિકાળી છે; વળી ગુણસ્થાનાદિનો વિચાર કરવોઃ તે રાગ ઘટાડવામાં નિમિત્ત છે; કારણ કે એમાં કોઈ રાગાદિકનું નિમિત્ત નથી. અહીં રાગના ક્રમને ફેરવવો નથી. જે વખતે જે રાગ આવવાનો તો આવવાનો. રાગ ઘટાડવાનો ઉપાય આત્માના અવલંબને જ છે; પણ ઉપદેશકથનમાં એમ આવે કે અશુભ ઘટાડી શુભમાં રહેવું, ગુણસ્થાનાદિનો વિચાર કરવો. માટે સમ્યગ્દષ્ટિ થયા પછી પણ ત્યાં જ ઉપયોગ લગાવવો.
પ્રશ્ન:- રાગાદિ મટાડવાનાં કારણો જે હોય તેમાં તો ઉપયોગ લગાવવો ઠીક છે; પણ ત્રિલોકવર્તી જીવોની ગતિ આદિનો વિચાર કરવો એ શું કાર્યકારી છે?
ઉત્તર:- એવા વિચારથી રાગ વધતો નથી. આત્મા જ્ઞાયક છે; લોક, કર્મ વગેરે જ્ઞાનનાં શૈય છે. જગતના પદાર્થો ઈષ્ટ-અનિષ્ટ નથી પણ તે જ્ઞેય છે, ને આત્મા જ્ઞાનસ્વરૂપ પ્રમાણ છે. પદાર્થોમાં ઈષ્ટ-અનિષ્ટ માને તે મિથ્યાદષ્ટિ છે. ત્રિલોકના વિચારમાં ઈષ્ટ-અનિષ્ટપણું નથી. માટે શેયનો વિચાર વર્તમાન રાગાદિકનું કારણ નથી; પણ લોક આદિનો અભ્યાસ ને વિચાર કરવાથી જ્ઞાન નિર્મળ થાય છે, તથા તે વિચાર વર્તમાન રાગાદિ ઘટાડવાનું કારણ છે. ને આગામી રાગ ઘટાડવાનું કારણ છે. વર્તમાન શુભરાગ ઊઠયો છે તે રાગ ઘટવાનું ખરેખર કારણ નથી. ખરેખર તો શુદ્ધ આત્માના આશ્રયે જ રાગ ઘટે છે; પણ શુભરાગ આવે છે ને અશુભ ઘટે છે, માટે શુભરાગને રાગ ઘટવાનું કારણ ઉપચારથી કહ્યું છે. માટે તે કાર્યકારી છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com