________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૪૩
અધિકાર સાતમો ]
અશુભભાવ કરીને સંસારકાર્યમાં લાગ્યો રહે ને શાસ્ત્રના અભ્યાસને છોડી દે તો મહા નિંદનીક છે. અહીં અશુભ ન કરવો અને શુભભાવ કરવો યોગ્ય છે એમ કહેલ છે; તે પણ વ્યવહારથી કઠેલ છે. ખરેખર નિશ્ચયથી તો અશુભના કાળે અશુભ અને શુભના કાળે શુભ જ હોય છે-એમ જ્ઞાની જાણે છે; પણ સાધકદશામાં જ્ઞાનીને કેવો વિકલ્પ હોય છે એનું અહીં જ્ઞાન કરાવેલ છે. અહીં કહેવાનું તાત્પર્ય એ છે કે-જ્યારે શુભભાવ આવે છે ત્યારે શાસ્ત્રાભ્યાસમાં બુદ્ધિ લગાવવી યોગ્ય છે; કેમ કે મુનિઓને પણ સ્વરૂપમાં ઘણો કાળ સ્થિરતા રહેતી નથી; ગણધરદેવ પણ ભગવાનના દિવ્યધ્વનિને સાંભળે છે. જે ચાર જ્ઞાન-ચૌદ પૂર્વ ધારી છે, બાર અંગ જેણે રચ્યાં છે, તેમને પણ સ્થિરતા ઘણો કાળ રહેતી નથી, તેથી તેમને ઘણી ભગવાનની વાણી સાંભળવાનો વિકલ્પ હોય છે; માટે શાસ્ત્રાભ્યાસમાં બુદ્ધિને લગાવવી યોગ્ય છે.
*
વીર સં. ૨૪૭૯ માહ વદ ૭ શુક્રવાર તા. ૬-૨-૫૩
છદ્મસ્થને નિર્વિકલ્પદશા નિરંતર રહેતી નથી. છદ્મસ્થનો ઉપયોગ એકરૂપ રહે તો ઉત્કૃષ્ટ અંતર્મુહુર્ત રહે, એથી વિશેષ રહે નહિ. એથી વિશેષ રહે તો વીતરાગ થઈ કેવળજ્ઞાન પામે. અહીં સાધક જીવને શુભરાગ આવે છે, તેનું જ્ઞાન કરાવે છે. શુભરાગ આવે છે તેને જાણવો, તે વ્યવહાર છે. કેટલાક લોકો કહે છે કે વ્યવહાર ને નિમિત્તથી લાભ માનો, તો વ્યવહાર ને નિમિત્ત માન્યાં કહેવાય; પણ તે બરાબર નથી. ૫૨થી શુભભાવ થતો નથી. મંદિર નિમિત્ત હોવા છતાં કેટલાક લોકો મંદિરમાં ચોરી કરે છે. માટે જે શુભભાવ કરે છે તેને નિમિત્ત કહેવાય છે. નિમિત્તથી શુભભાવ થતો નથી; વળી શુભથી ધર્મ થતો નથી; આત્માથી ધર્મ થાય છે, તેમ માનવું તે નિશ્ચય છે; ને અધૂરી દશામાં શુભરાગ આવે છે તેને જાણવો તે વ્યવહાર છે.
અહીં નિશ્ચયાભાસી કહે છે કે- ‘હું આત્મસ્વરૂપનું જ ચિંતવન અનેક પ્રકારે કર્યા કરીશ.' તો તેને કહે છે કે-સામાન્ય ચિંતવનમાં અનેક પ્રકાર બનતા નથી. રાગરહિત સ્વભાવ એક જ પ્રકારે છે; તથા વિશેષ વિચાર કરે તો આત્મા અનંત ગુણોનો પિંડ છે, વર્તમાન પર્યાય છે; માર્ગણાસ્થાન, ગુણસ્થાન આદિ શુદ્ધ-અશુદ્ધ અવસ્થાનો વિચાર આવશે. આવો શુભરાગ આવે તેને જાણવો તે વ્યવહાર છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com