________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અધિકાર સાતમો]
[૪૧ શાસ્ત્રોના અભ્યાસને પણ અહીં મુખ્ય જરૂરનો કહેલ છે; કેમકે થયેલા નિર્ણયને સ્પષ્ટ રાખવા માટે પણ બીજાં શાસ્ત્રોનો અભ્યાસ જરૂરનો છે. ક્ષાયિક સમ્યગ્દર્શન તો વળી કે શ્રુતકેવળી સમીપે થાય છે. ત્યાં કાંઈ કેવળીના કારણે થાય છે એમ નથી, પણ આત્મા પોતે ક્ષાયિક સમ્યકત્વ આત્માની સમીપ થઈને કરે છે ત્યારે નિમિત્તરૂપે કોણ હોય છે? તે બતાવવા માટે વ્યવહારથી કેવળી કે શ્રુતકવળીની સમીપે થાય છે એમ કહેલ છે. પોતાને ક્ષાયિક સમ્યકત્વ થવાનો કાળ જ એ છે, અને તે વખતે તે જીવા ભગવાન અને શ્રુતકેવળી સમીપ જ હોય છે. એ રીતે શાસ્ત્રો જ્ઞાનની નિર્મળતા થવામાં નિમિત્તરૂપે છે; માટે આધ્યાત્મશાસ્ત્રો સિવાય બીજાં શાસ્ત્રોની અરુચિ કરવી જોઈએ નહિ.
નિમિત્તરૂપે બીજાં શાસ્ત્રો હોય છે અને જે માનતો નથી અને બીજાં શાસ્ત્રો વાંચવાનો વિકલ્પ જ જ્ઞાનીને હોતો નથી. એમ જે માને છે તેને કહે છે કે-જ્ઞાનીને અધ્યાત્મશાસ્ત્રો સિવાય બીજાં શાસ્ત્રોનો અભ્યાસ જરૂરી છે અને એમ જે માનતો નથી તેને ખરેખર અધ્યાત્મશાસ્ત્રોની પણ રચી નથી. જેમ કે-જેનામાં વિષયાસકતપણું હોય તે વિષયાસકત પુરુષોની કથા પણ રુચીથી સાંભળે, વિષયના વિશેષોને પણ જાણે. વિષયાચરણમાં જે સાધનો હોય તેને પણ હિતરૂપ જાણે, તથા વિષયના સ્વરૂપને પણ
ઓળખે; તેમ જેને આત્માની રુચી થઈ છે, તથા આત્માનું જેને ભાન થયું હોય છે તે (૧) આદિપુરાણ આદિ કે જેમાં આત્મરુચિના ધારક તીર્થકર ભગવાન વગેરેની કથા હોય છે તેને પણ જાણે. જ્ઞાનીને એનો વિકલ્પ આવે છે, પણ તે વિકલ્પના કારણે નિર્મળતા થાય છે-એમ નથી. (૨) આત્માના વિશેષો જાણવા માટે માર્ગણાસ્થાન, ગુણસ્થાનાદિકને પણ જાણે. સમયસારમાં ગુણસ્થાનાદિના વિકલ્પો કરવા તેને બંધન કહેલ છે, પણ અહીં તો દષ્ટિપૂર્વક કરણાનુયોગનાં શાસ્ત્રોના અભ્યાસનો વિકલ્પ આવે છે. તે કહે છે. ચારે અનુયોગનો વિકલ્પ જ્ઞાનીને આવે છે. નિશ્ચયાભાસી એકલો દ્રવ્યાનુયોગનો જ અભ્યાસ કરવો જોઈએ એમ એકાંત ખેંચે છે. તેને કહે છે કેગુણસ્થાનાદિનું વર્ણન જેમાં હોય તે શાસ્ત્રોનો અભ્યાસ કરવાથી નિર્મળતા થાય છે. તે વ્યવહારથી કથન છે. નિશ્ચયથી તો ગુણસ્થાનાદિના વિકલ્પો પણ કાર્યકારી નથી એમ કહેલ છે. (૩) આત્મઆચરણમાં સાધનરૂપ જે વ્રતાદિક છે તેને પણ હિતરૂપ માને એમ કહેલ છે; કેમ કે સાધકદશામાં એવો વિકલ્પ આવ્યા વિના રહેતો નથી. વ્રતાદિના પરિણામ જે શુભ છે-વિકાર છે એને પણ અશુભભાવ ટાળવા અહીં ઉપચારથી હિતરૂપ કહેલ છે, સમ્યગ્દષ્ટિને વ્રતાદિના શુભવિકલ્પ આવે છે, માટે અહીં વ્યવહારથી હિતરૂપ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com