________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૨]
[ શ્રી મોક્ષમાર્ગ પ્રકાશકના કિરણો કહેલ છે; ખરેખર તો તે હિતરૂપ નથી. વ્રત-તપાદિનો વિકલ્પ તો મુનિને પણ આવે છે. મુનિ થયા પહેલાં ચોથા ગુણસ્થાને સમ્યગ્દર્શન તો થયું છે. વ્રતાદિને તે હિતરૂપ માનતો નથી પણ હજુ પૂર્ણ દશા થઈ નથી તેથી વચ્ચે વ્રતાદિના વિકલ્પો સહજ આવે છે. માટે ઉપચારથી તેને હિતરૂપ કહેલ છે. અજ્ઞાનીની જેમ હુઠથી વ્રતાદિ લઈ લે તે ભગવાનનો માર્ગ નથી.
દર્શનવિશુદ્ધિ આદિ સોળકારણભાવનાની વાત આવે છે તે બરાબર છે. શ્વેતામ્બરમાં વીસ કારણથી તીર્થકર નામકર્મ બંધાય છે એમ કહેલ છે; અને તેમાં પહેલો બોલ અરહંતભક્તિ છે, તે બરાબર નથી. દિગંબરમાં સોળકારણભાવનામાં પ્રથમ દર્શનવિશુદ્ધિ આવે છે તે યથાર્થ છે. સોળકારણભાવના તો આસ્રવ છે; પણ જ્ઞાનીને સોળકારણભાવના વ્યવહારે સંવરનું કારણ કહેલ છે. (૪) વળી જ્ઞાની આત્મસ્વરૂપને પણ વિશેષ ઓળખે. એ પ્રમાણે ચારે અનુયોગ કાર્યકારી છે.
પ્રશ્ન- પાનંદિપંચવિંશતિમાં એમ કહ્યું છે કે જે બુદ્ધિ આત્મ-સ્વરૂપમાંથી નીકળી બહાર શાસ્ત્રોમાં વિચરે છે, તે બુદ્ધિ વ્યભિચારિણી છે.
ઉત્તર:- પદ્મનંદી ભગવાન એમ કહે છે કે-આત્માને ચૂકીને શાસ્ત્રમાં જેની બુદ્ધિ જાય છે તે વ્યભિચારિણી છે. તે તો સત્ય છે; કારણ કે પરદ્રવ્યનું જ્ઞાન કરવું તે રાગનું કારણ નથી પણ પરદ્રવ્ય વિષે પ્રેમ થયો છે અને વ્યભિચારિણી કહેલ છે. જ્ઞાનીને પણ પરમાં બુદ્ધિ જતાં જેટલો રાગ થાય છે તેટલો દુઃખદાયક છે; માટે તે બુદ્ધિને વ્યભિચારિણી કહેલ છે. એ અપેક્ષાએ વાત કરી છે. ભગવાન આત્માનો જેને નિર્ણય થયો છે તે પરદ્રવ્યના જ્ઞાનનો પ્રેમ કરે તો તેને વ્યભિચાર કહેલ છે; કેમ કે તે પુણ્ય-રાગ છે. સ્ત્રી બ્રહ્મચારી રહે તો તે બરાબર છે, પણ બ્રહ્મચર્ય ન પાળી શકે તો પોતાને લાયક પુરૂષ હોય તેને છોડી ચંડાળ આદિનું સેવન કરતાં તો તે અત્યંત નિંદનીક થાય. સ્ત્રી શીયળ પાળે તો તે પુણ્યબંધ છે–એ તો અહીં દષ્ટાંત છે; તેવી રીતે બુદ્ધિ આત્મામાં રહે તો બરાબર છે, પણ આત્મામાં સ્થિર ન રહી શકે તો શાસ્ત્રાભ્યાસનો પ્રશસ્તરાગ છોડીને અશુભભાવ કરે તો તે મહા નિંદનીક છે. શાસ્ત્રઅભ્યાસ છોડીને સંસારનાં કાર્યોમાં લાગી જાય તો તે પાપ છે. ભગવાન આત્મા જ્ઞાનમાં રમે તો તે સારું છે; પણ આત્મામાં રમી શકે નહિ તો શુભભાવમાં રહેવું તે સારું છે. પણ અશુભભાવ તો કરવા જેવો નથી જ. અહીં આત્મદષ્ટિ થઈ છે તેને, અપેક્ષાએ શુભભાવ ઠીક છે, એમ વ્યવહારથી કહેલ છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com