________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અધિકાર સાતમો]
[ ૩૭ અભાવથી પ્રગટતી નિર્મળ અનુભૂતિ બતાવી. આ રીતે બે પ્રકારે શુદ્ધતા જાણવી. પરથી ભિન્ન સામાન્ય સ્વભાવ તે દ્રવ્યથી શુદ્ધતા અને પર્યાયમાં અભેદ નિર્મળદશા પ્રગટ થવી તેને પર્યાયની શુદ્ધતા માનવી.
હવે કેવળનો અર્થ કરે છે. કેવળ શબ્દનો અર્થ પણ આ જ પ્રમાણે જાણવો કે પરભાવથી ભિન્ન નિઃકેવળ પોતે જ; તેનું નામ કેવળ છે. આ પ્રમાણે અન્ય પણ અર્થ અવધારવા. જ્યાં જ્યાં જે પ્રમાણે અર્થ થાય ત્યાં ત્યાં તે પ્રમાણે જાણવું. સામાન્ય એકરૂપ જ્ઞાન, જેમાં ઉપાધિ નથી એને કેવળજ્ઞાન માનવું જોઈએ. એકલો જ્ઞાનસ્વરૂપી આત્મા છે એવો કેવળનો અર્થ માનવો જોઈએ, પણ કેવળ શબ્દનો અર્થ પર્યાય અપેક્ષાએ કેવળી થયો માનવો તે વિપરીતતા છે. પર્યાયમાં અભેદજ્ઞાન તન્માત્ર થયા વિના કેવળજ્ઞાન માને તો તે ભ્રમણા છે. માટે પોતાને દ્રવ્યપર્યાયરૂપ અવલોકવો. દ્રવ્યથી તો સામાન્ય સ્વરૂપ અવલોકવું તથા પર્યાયથી અવસ્થા વિશેષ અવધારવી. એ જ પ્રમાણે ચિંતવન કરવાથી સમ્યગ્દષ્ટિ થાય છે, કારણ કે સત્ય જાણ્યા વિના સમ્યગ્દષ્ટિ નામ કેવી રીતે પામે? પર્યાયમાં તો, જેવી જેવી પર્યાય હોય એવી જ માનવી જોઈએ. એ રીતે દ્રવ્ય-પર્યાયનું સાચું ચિંતવન કરવાથી સમ્યગ્દષ્ટિ થાય છે. અવસ્થાને અવસ્થા જેવી છે તેવી જાણે, અને દ્રવ્યને દ્રવ્યસામાન્ય જાણે. જેમ છે એમ જાણે તો તેનું જ્ઞાન સાચું કહેવાય છે. અહીં જ્ઞાનઅપેક્ષાએ કથન છે, માટે એને સમ્યગ્દષ્ટિ કહેલ છે.
જ્ઞાનીને પણ શાસ્ત્રાભ્યાસ વગેરે શુભ વિકલ્પો હોય છે વળી મોક્ષમાર્ગમાં તો રાગાદિ મટાડવાનું શ્રદ્ધાન-જ્ઞાન-આચરણ કરવાનું હોય છે, તેનો તો નિશ્ચયાભાસીને વિચાર જ નથી. માત્ર પોતાને શુદ્ધ અનુભવવાથી જ પોતાને સમ્યગ્દષ્ટિ માને છે અને અન્ય સર્વ સાધનોનો નિષેધ કરે છે. પોતાને શુદ્ધતા પ્રગટ થઈ હોય અને શુદ્ધ માને તો તો વાંધો નથી, પણ શુદ્ધતા તો તેને થઈ નથી; અને “હું પર્યાયમાં પણ શુદ્ધ થઈ ગયો છું, મને તો વિકલ્પ ઊઠતો જ નથી.'—એમ શુભભાવનો તે નિષેધ કરે છે, તથા તે શાસ્ત્રાભ્યાસ કરવો નિરર્થક બતાવે છે, એટલે કે તે શાસ્ત્રાભ્યાસનો ઉપાધિ માને છે; પણ પૂર્ણદશા થઈ ન હોય ત્યાં સુધી જ્ઞાનીને શાસ્ત્રાભ્યાસનો વિકલ્પ આવ્યા વિના રહે નહિ. તે માને છે કે અમારે એવો વિકલ્પ કરવો નથી, પરંતુ શુદ્ધ દશા સંપૂર્ણ પ્રગટ થઈ નથી અને શુભ વિકલ્પમાં ન રહે તો અશુભ વિકલ્પ થયા વિના રહે નહિ. એ વાતને અજ્ઞાની સમજતો નથી. ભાવલિંગી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com