________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અધિકાર સાતમો]
| [૩૫ ભાવોથી ભિન્નપણા વડે સેવતાં “શુદ્ધ' એવો કહીએ છીએ. સમયસારના પ્રણેતા શ્રી કુંદકુંદાચાર્યદવ ભાવલિંગી મુનિ હતા ને છઠ્ઠ સાતમે ગુણસ્થાને ઝૂલતા હતા, તેથી હું અપ્રમત્ત-પ્રમત્ત નથી-એમ કહેલ છે. વ્રત-અવ્રત અને સયોગ-અયોગથી રહિત છું એમ કહેલ નથી. વર્તમાન પર્યાય વર્તે છે તેનો નિષેધ કરે છે. પોતાની વર્તમાન જે દશા છે તેનો નિષેધ કરે છે; દ્રવ્યની દષ્ટિ કરાવી છે.
પદ્રવ્યથી ભિન્ન માન્યા વિના, પોતાની વર્તમાન વિકારી પર્યાયથી પોતે ભિન્ન છે એમ માની શકે નહિ. માટે ત્યાં પણ પરદ્રવ્યથી ભિન્નપણાને શુદ્ધ જ કહેલ છે. પરદ્રવ્યથી ભિન્ન થયો એટલી તો પર્યાય શુદ્ધ થઈ છે; પણ મુનિદશામાં વિશેષ શુદ્ધતા હોય છે. ધર્મ તો અત્યંતરની ચીજ છે, બહારની ચીજ નથી, માટે જ્ઞાનને સૂક્ષ્મ કરવું જોઈએ અને અંતરમાં જોવું જોઈએ; તો આ વાત સમજાય એમ છે. દ્રવ્ય શું? પર્યાય શું? પર શું? વગેરે બધું બરાબર જાણવું જોઈએ અને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. અનાદિ કાળથી યથાર્થ સમજવાનો પ્રયત્ન કર્યો નથી. બાકી બીજું બધું કર્યું છે, પણ ધર્મ થયો નથી. માટે યથાર્થ સમજવાનો પ્રયત્ન કરવો.
વીર સં. ૨૪૭૯ માહ વદ ૫ બુધવાર, તા. ૪-૨-૫૩. આત્માની નિર્મળ અનુભૂતિ થઈને અકષાયભાવ થયો તે પર્યાયની શુદ્ધતા છે.
અહીં સુધી તો દ્રવ્યની વાત કરી. હવે પર્યાયની શુદ્ધતાની વાત કરે છે, એમાં સમયસાર ગાથા ૭૩ ની શ્રી અમૃતચંદ્રાચાર્યની ટીકાનો આધાર આપ્યો છે કેસવનવIRવપ્રક્રિયોત્તીર્ણનિર્મનાનુભૂતિમાત્રર્વાચ્છુદ્ધ: અર્થ- સમસ્ત કર્તા-કર્મ આદિ કારકોના સમૂહની પ્રક્રિયાથી પારંગત એવી જે નિર્મળ અનુભૂતિ-અભેદજ્ઞાન તન્માત્ર છે તેથી શુદ્ધ છે. એટલે કે-રાગાદિનો હું કર્તા છું, રાગ મારું કાર્ય છે, રાગનો આધાર હું છું, એવી છે કારકોની બુદ્ધિ જેને છૂટી ગઈ છે, તેને પર્યાયની શુદ્ધતા કહે છે. જે જ્ઞાનનો ક્ષયોપશમ છે તેને અહીં શુદ્ધતા કહી નથી; કેમ કે નિત્યનિગોદના જીવને પણ જ્ઞાનનો ઉઘાડ હોય છે. જો એટલો ક્ષયોપશમ ન હોય તો જડ થઈ જાય. માટે એ વાત અહીં નથી. મોક્ષમાર્ગપ્રકાશકના પૃષ્ઠ ૯૧ માં ક્ષયોપશમને કેવળજ્ઞાનનો અંશ કહેલ છે, એનો અર્થ તો એ છે કે ત્યાં જ્ઞાનનો સ્વભાવભાવ બતાવવો છે, પણ એ વાત અહીં નથી. અહીં તો, પરદ્રવ્યોનો કર્તા આદિ તો હું નથી પણ રાગ-વિકલ્પપુણ્ય-પાપની ક્રિયાથી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com