________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૬ ]
[ શ્રી મોક્ષમાર્ગ પ્રકાશકનાં કિરણો છૂટીને-પાર થઈને, આત્માની નિર્મળ અનુભૂતિ થઈ અકષાયભાવ થયો, તેને પર્યાય અપેક્ષાએ શુદ્ધતા કહી છે.
છ કારકોની અશુદ્ધતાના ત્રણ પ્રકાર છે. (૧) આત્મા કર્તા અને શરીર, કર્મ આદિ મારૂં કાર્ય છે; એ છ સંયોગી કારકોની તો અહીં વાત જ નથી. આત્મા આધાર છે તો શરીરનું કામ થાય છે–એમ નથી; પણ અહીં તો કહે છે કે (૨) રાગાદિ મારી પર્યાય છે એનો આત્મા કર્તા અને તે આત્માનું કર્મ ઈત્યાદિ પણ નથી. (૩) એ સિવાય આત્માના આશ્રયે શુદ્ધ નિર્મળ પર્યાય પ્રગટે છે તેનો હું કર્તા આદિ છું એવો વિકલ્પ પણ અહીં નથી. અભેદ અખંડ ત્રિકાળ શુદ્ધ સ્વભાવના આશ્રયે નિર્વિકલ્પદશા પ્રગટ થઈ છે તે પર્યાય-અપેક્ષાએ શુદ્ધતા છે–એમ સમજવું જોઈએ. હું મારી વીતરાગ પર્યાયનો કર્તા છું. એવો ભેદ જ્યાં સુધી છે ત્યાં સુધી પર્યાયની શુદ્ધતા થઈ નથી.
અજ્ઞાની દ્રવ્યની શુદ્ધતાને સમજતો નથી અને પર્યાયની શુદ્ધતાને પણ સમજતો નથી. છ કારકોમાં ત્રણ પ્રકારથી અશુદ્ધતા આવે છે. એક તો ૫દ્રવ્યનો કર્તા આદિ માનવો; બીજું રાગાદિ વિકારી પર્યાયનો કર્તા આદિ માનવો; અને ત્રીજું પોતાની શુદ્ધ નિર્મળ પર્યાયનો હું કર્તા આદિ છું એવો ભેદ પડવો-એ ત્રણે અશુદ્ધતા છે; એનાથી રહિત અભેદ જ્ઞાનાનંદ ચૈતન્યસ્વભાવી મારૂં સ્વરૂપ એકરૂપ છે, એની દૃષ્ટિ જેને થઈ છે તેને પર્યાયમાં જે શુદ્ધ અનુભવ-આનંદદશા પ્રગટ થાય છે તે પર્યાયની શુદ્ધતા છે.
શાસ્ત્રમાં સમ્યગ્દષ્ટિના શુભભાવને મોક્ષનું વ્યવહાર સાધન કહેલ છે પણ એનો અર્થ બરાબર સમજવો જોઈએ. ૫૨ની તો વાત નથી પણ શુભભાવનો હું કર્તા, અને શુભભાવ મારૂં કર્મ ઈત્યાદિ, એ પણ સાધન નથી; અને પોતાની વીતરાગી નિર્મળ દશાઓનો હું કર્તા છું એવો ભેદ તે પણ સાધન નથી. અભેદ સ્વભાવના આશ્રયે પર્યાયની શુદ્ધતા પ્રગટે છે; એ વાત સમજ્યા વિના શુભભાવને વ્યવહાર સાધન પણ કહેવાતો નથી. માટે બરાબર સમજવું જોઈએ.
સમ્યગ્દષ્ટિનું ધ્યેય કેવું હોય છે? એનું અહીં વર્ણન ચાલે છે. એમાં જ્ઞાની પર્યાયની શુદ્ધતા કોને માને છે કે-છ કારકોની પ્રક્રિયાથી પારંગત એવી જે નિર્મળ અનુભૂતિ અભેદ જ્ઞાનમાત્ર દશા થાય છે તેને પર્યાયની શુદ્ધતા કહેવાય છે. પહેલાં દ્રવ્યની શુદ્ધતા બતાવતાં જીવને અજીવથી જુદો બતાવ્યો હતો; અને અહીં પર્યાયમાં શુદ્ધતા બતાવતાં કર્તા-કર્મ આદિ છ કારકોના ભેદના
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com