________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અધિકાર સાતમો]
[૩૩ સમજવું જોઈએ. જે દ્રવ્યનું શુદ્ધપણું ઉપર કહ્યું હતું તે પ્રમાણે અહીં સામાન્ય દ્રવ્યનું શુદ્ધપણું કહીને પરદ્રવ્યથી ભિન્નરૂપ પોતાનું સ્વરૂપ છે અને શુદ્ધપણું કહ્યું છે. એ અપેક્ષાએ શુદ્ધપણું માનવું તે યથાર્થ છે.
વીર સં. ૨૪૭૯ માહ વદ ૪ મંગળવાર, તા. ૩-ર-પ૩ સમ્યગ્દષ્ટિ એવું ચિંતવન કરે છે કે હું પરદ્રવ્યથી ત્રિકાળ ભિન્ન છું. શરીર કર્મ જડ છે-અજીવ છે. તેના દ્રવ્ય-ગુણ-પર્યાયથી હું ભિન્ન છું એટલે શરીર, કર્મ, ભાષા આદિની પર્યાય મારાથી થતી નથી. મારી પ્રેરણાથી શરીર ચાલતું નથી; કેમ કે તે પદાર્થો મારાથી ભિન્ન છે અને હું તેનાથી ત્રણે કાળે ભિન્ન છું. માટે આત્મા બોલવાની, ચાલવાની ક્રિયાનો કર્તા નથી. વર્તમાનમાં લોકોને એટલી બધી ભ્રમણાગરબડ થઈ ગઈ છે કે –શરીરની ક્રિયા આત્માથી થાય છે-એમ માને છે; પણ અહીં તો સમ્યગ્દષ્ટિ જાણે છે કે મારો આત્મા દ્રવ્ય-સામાન્ય અપેક્ષાએ પરથી ભિન્ન અને મારી ત્રિકાળવર્તી જેટલી શુદ્ધ-અશુદ્ધ પર્યાયો તે સર્વ પર્યાયોથી અભિન્ન છે. હું મારા ભાવોથી એકમેક છું, મારી બધી પર્યાયોથી હું અભિન્ન છુંએવી દષ્ટિ કરવી તે દ્રવ્યસામાન્યદષ્ટિ છે. લોકોને ધર્મની ખબર નથી. એક સેકંડમાત્ર ધર્મ કર્યો હોય તો તેની મુક્તિ થયા વિના રહે નહિ એવું ધર્મનું સ્વરૂપ છે. અનંત કાળમાં અનંત વખત નવમી રૈવેયક દ્રવ્યલિંગી મુનિપણું પાળીને ગયો પણ એક સેકંડમાત્ર તેને ધર્મ થયો નહિ. તે ધર્મનું સ્વરૂપ લોકોએ સાંભળ્યું નથી.
આત્મા પરદ્રવ્યથી ભિન્ન છે અને પોતાના ભાવોથી અભિન્ન છે અને અહીં દ્રવ્યનું શુદ્ધપણું કહ્યું છે. તે આ અપેક્ષાએ સમજવું જોઈએ. ભૂતકાળમાં અશુદ્ધપર્યાય થઈ ગઈ. તે મારી લાયકાત હતી; વિકાર વખતે પણ, “મારો સ્વભાવ તો શુદ્ધપર્યાય થાય એવી શક્તિવાળો છે –એવી દષ્ટિ કરે તો “હું છું તે છું, એ સાચું નક્કી કર્યું કહેવાય. પરદ્રવ્યથી ભિન્ન હું છું એમ નક્કી કર્યું એટલે પરદ્રવ્ય ને નિમિત્તનો ભાવ મારામાં નથી એમ નિર્ણય થતાં નિમિત્ત અને પર ઉપરની દષ્ટિ છૂટી ગઈ. હવે પોતાના ભાવોથી અભિન્ન છે, એમાં ભૂત-ભવિષ્યનું જેમ છે એમ જ્ઞાન કરાવ્યું છે. આત્મા ભૂતભવિષ્યમાં આવી લાયકાતવાળો હતો અને થશે એવા વિકલ્પો પણ દષ્ટિમાં હોતા નથી. પણ જે જીવ પર્યાયને માનતો જ નથી તેને સમજાવવા માટે પ્રથમ જેમ છે તેમ ભૂત-ભવિષ્યની પર્યાયોનું યથાર્થજ્ઞાન
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com