________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અધિકાર સાતમો ]
[ ૩૧
તો શુદ્ધ-અશુદ્ધ બન્નેરૂપ છે; માટે શુદ્ધ ચિંતવન કોઈ રીતે તારે બનતું નથી. પર્યાયમાં શુદ્ધ છે એમ પણ માનવું ન જોઈએ. વર્તમાન અશુદ્ધ પર્યાય છે છતાં તેને શુદ્ધ કેમ માનો છો? વળી જો તમે શક્તિ અપેક્ષાએ શુદ્ધ માનો છો તો હું આવો હોવાયોગ્ય છું' એમ માનો; ‘હું સિદ્ધ થવાને લાયક છું' એમ માનો, પણ આવો છું' એમ માનવું તે ભ્રમ છે.
વળી વર્તમાન આત્માની પોતાની વિકારી પર્યાય પોતાના કારણે થાય છે એમાં કર્મ નિમિત્તમાત્ર છે એમ માનવું જોઈએ. કર્મ એક ચીજ છે પણ એનો પ્રભાવ આત્મા ઉપર કાંઈ પડે છે એમ નથી. અગિયારમા ગુણસ્થાનથી કર્મના કારણે પડે છે એમ અજ્ઞાની માને છે તે પણ ભ્રમણા છે. પોતાની પર્યાયની યોગ્યતાના કારણે પડે છે, એને બદલે કર્મ ઉ૫૨ નાખે છે તે પણ મિથ્યાદષ્ટિ છે. અહીં તો કહે છે કે પર્યાયમાં અધૂરી દશા છે, પૂર્ણ દશા નથી. અને જો વિકાર અને અલ્પજ્ઞતા છે તો એના નિમિત્તરૂપે દ્રવ્યકર્મ અને નોકર્મ છે. જો નિમિત્તરૂપે શરીરાદિ ન હોય તો સિદ્ધદશા અશરીરીદશા વર્તમાન હોવી જોઈએ, પણ તે સિદ્ધદશા વર્તમાન નથી; માટે કર્મ-નોકર્મનો સંબંધ પણ છે એમ માનવું જોઈએ. જો કે આત્માની વિકારી પર્યાય કે અધૂરી પર્યાયના કા૨ણે દ્રવ્યકર્મ-નોકર્મ નથી; પણ અધૂરી દશા વખતે કર્મ આદિ એના કારણે હોય છે એમ જાણવું જોઈએ. અને આત્માની પૂર્ણદશા થાય છે ત્યારે નિમિત્તરૂપે કર્માદિ હતા તે એના કા૨ણે છૂટી જાય છે, તે વખતે નિમિત્તરૂપે કર્માદિ હોતા નથી એમ સમજવું જોઈએ.
વળી જો કર્મ-નોકર્મ નિમિત્તરૂપે ન હોય તો જ્ઞાનાદિની વ્યક્તતા કેમ નથી ? જ્ઞાનાદિની વ્યક્તતા નથી માટે કર્મ-નોકર્મ નિમિત્તપણે છે. આત્મદ્રવ્યમાં શક્તિરૂપે જ્ઞાનાદિ ગુણો છે એમાંથી વ્યક્તરૂપ પર્યાય થાય છે. તે પર્યાય વર્તમાનમાં નથી માટે એમાં નિમિત્તરૂપે કર્મને માનવું જોઈએ, જાઓ, અહીં સમ્યજ્ઞાન કોને કહેવાય છે એ વાત ચાલે છે. સમ્યજ્ઞાન વિના ચારિત્ર હોતું નથી. નિમિત્ત-નૈમિત્તિક સંબંધ શું છે? નિશ્ચયવ્યવહાર શું છે? એને પણ જાણે નહિ અને ત્યાગી થઈ જાય તો તેથી કરીને કાંઈ સાચું ચારિત્ર હોતું નથી. હજુ તો જેને વ્યવહારનાં ઠેકાણાં નથી એને તો દ્રવ્યચારિત્ર પણ હોતું નથી. વળી દ્રવ્યચારિત્ર વિના પણ ભાવચારિત્ર હોતું નથી. માટે પ્રથમ ચારિત્રનું સ્વરૂપ પણ જાણવું જોઈએ.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com