________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૦]
[ શ્રી મોક્ષમાર્ગ પ્રકાશકનાં કિરણો જોઈએ. ગયા કાળની અશુદ્ધ પર્યાય વીતી ગઈ છે તે કયાં ગઈ? તેનો સર્વથા તુચ્છઅભાવ નથી. તે કથંચિત્ દ્રવ્યમાં છે એમ ન માને તો તેણે દ્રવ્યને પણ બરાબર માન્યું નથી. જેને આત્મદ્રવ્યના સામાન્ય સ્વભાવની યથાર્થ દષ્ટિ થઈ છે એ તો પર્યાયને બરાબર જાણે છે.
જો અશુદ્ધ પર્યાયને માનવામાં ન આવે તો અત્યાર સુધી જે અશુદ્ધ પર્યાય વીતી ગઈ તે ક્યાં રહી? તેનો કાંઈ તુચ્છ અભાવ નથી. અનાદિ અનંત સર્વ પર્યાયોનો પિંડ તે દ્રવ્ય છે. જે પર્યાયો વીતી ગઈ છે એ વર્તમાન નથી અને દ્રવ્યમાં પણ તે પર્યાયો નથી એમ જો માનશો તો દ્રવ્ય પણ સિદ્ધ થશે નહિ, વીતી ગયેલી પર્યાયોનો સર્વથા તુચ્છ–અભાવ નથી. માટે અહીં કહેલ છે કે જો દ્રવ્યદૃષ્ટિ કરવી હોય તો પૂર્વ પર્યાય જેટલી થઈ ગઈ છે તે દ્રવ્યની છે એમ માનો તો દ્રવ્યદૃષ્ટિ યથાર્થ કહેવાય છે. અપેક્ષા બરાબર સમજવી જોઈએ.
માહ વદ ૩ સોમવાર, તા. ૨-૨-૫૩ આ દ્રવ્ય પ્રમાણનો વિષય નથી. પ્રમાણનો વિષય તો વર્તમાન વિશેષ અને વર્તમાન સામાન્ય તે બને છે. તેમાં દ્રવ્યાર્થિક નયનો સામાન્ય એટલે કે સર્વપર્યાયોનો સમુદાય વિષય છે, અને બીજો પર્યાયાર્થિકનય છે, તે વિશેષ એટલે વર્તમાન પર્યાયનો વિષય કરે છે, માટે અહીં પ્રમાણની વાત નથી.
આત્મા વર્તમાન દ્રવ્યપર્યાયરૂપ છે, એ બન્ને પ્રમાણનો વિષય છે. હવે દ્રવ્યદૃષ્ટિથી જો વિચાર કરવામાં આવે તો, દ્રવ્ય તો શુદ્ધ-અશુદ્ધ સર્વપર્યાયોનો સમુદાય છે. તે વર્તમાન સમુદાય દ્રવ્યદૃષ્ટિનો વિષય છે; અને વર્તમાન અશુદ્ધ પર્યાય એક સમયની છે તે પર્યાયદષ્ટિનો વિષય છે. એ બન્ને થઈને પ્રમાણનો વિષય થાય છે; પણ દ્રવ્યદૃષ્ટિનો વિષય જે શુદ્ધ-અશુદ્ધ સર્વપર્યાયોનો પિંડ કહેલ છે તે પ્રમાણનો વિષય નથી.
અહીં તો કહે છે કે-નિશ્ચયાભાસી, આત્મા શુદ્ધછે એમ ચિંતવન કરે છે તે ભ્રમરૂપ છે; કેમકે તમે જો દ્રવ્યદૃષ્ટિથી ચિંતવન કરો છો તો દ્રવ્ય એકલું શુદ્ધ નથી પણ શુદ્ધ-અશુદ્ધ બન્નરૂપ છે; અને પર્યાયદષ્ટિથી ચિંતવન કરો છો તો વર્તમાન પર્યાય તો તારે અશુદ્ધ છે. માટે બન્ને રીતે શુદ્ધનું ચિંતવન કરવું તે ભ્રમણા છે, કેમકે વર્તમાન પર્યાય તો નીચલી દશામાં અશુદ્ધ છે અને દ્રવ્ય
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com