________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩ર ]
| [ શ્રી મોક્ષમાર્ગ પ્રકાશકનાં કિરણો સ્વ-પરપ્રકાશકશક્તિ આત્માની છે. સ્વ-પરપ્રકાશકશાનશક્તિ આત્માની છે, માટે જ્ઞાન પરથી થતું નથી; પ્રતિમાથી જ્ઞાન થતું નથી. સ્વજ્ઞય-પરય બન્નેને જાણવાની શક્તિ આત્માની છે. પરજ્ઞયથી સ્વયને જાણવાની શક્તિ થતી નથી. આત્મામાં સ્વ અને પરને જાણવાની શક્તિ છે એવી જેને ખબર નથી અને પરના કારણે આત્મામાં જ્ઞાનાદિ થઈ જાય એમ માને તે તો મિથ્યાદષ્ટિ છે. વળી આત્માના ભાન વિના દ્રવ્યલિંગ ધારણ કરે, નગ્ન થાય, પણ અધ:કર્મી તથા ઉદેશિક આહાર લે તો તે દ્રવ્યલિંગી પણ નથીઃ અને યથાર્થ દ્રવ્યલિંગ વિના ભાવલિંગીપણું પણ હોતું નથી. વસ્ત્ર-પાત્ર રાખે અને મુનિ કહેવડાવે છે તે તો સ્થૂલ ગૃહીત મિથ્યાષ્ટિ છે.
હવે અહીં નિશ્ચયાભાસી માને છે કે હું વર્તમાનમાં પરમાનંદમય છું. તો જો તે પરમાનંદમય હોય તો તેને કાંઈ કરવાનું રહેતું નથી. માટે ખરેખર વર્તમાન પરમાનંદમય નથી. વર્તમાન અવસ્થામાં તો આનંદ પ્રગટ નથી છતાં આનંદમય માનવું તે ભ્રમ છે. વળી તે માને છે કે જન્મમરણાદિ દુ:ખ જ આત્માને નથી. તો તે વાત પણ ખોટી છે, કેમ કે વર્તમાન દુ:ખી થતા તો દેખાઓ છો; એટલે દુ:ખી હોવા છતાં દુઃખ નથી એમ માનવું તે ભ્રમ છે. માટે એ પ્રમાણે બીજી અવસ્થામાં બીજી અવસ્થા માનવી તે ભ્રમ છે. પરદ્રવ્યથી ભિન્ન અને પોતાના ભાવોથી અભિન્ન તે દ્રવ્યની શુદ્ધતા છે
પ્રશ્ન:- તો શાસ્ત્રમાં શુદ્ધ ચિંતવન કરવાનો ઉપદેશ શા માટે આપ્યો છે? શ્રી સમયસાર, પ્રવચનસારમાં શુદ્ધ ચિંતવન કરવાનું કહેલ છે, આસવ-શુભાશુભભાવનું ચિંતવન છોડવાનું કહેલ છે, અને તમે તો અહીં બન્ને પ્રકારથી શુદ્ધ ચિંતવન કરવાની ના કહો છો. તો ભગવાને જે શુદ્ધ ચિંતવન કરવાનો ઉપદેશ આપ્યો છે તે નિરર્થક ઠરે છે. માટે એમાં યથાર્થ શું છે?
ઉત્તર- શુદ્ધપણું કેવી રીતે છે તે કહીએ છીએ. એક દ્રવ્ય અપેક્ષાએ શુદ્ધપણું છે. તથા એક પર્યાય અપેક્ષાએ શુદ્ધપણું છે ત્યાં દ્રવ્યઅપેક્ષાએ તો પરદ્રવ્યથી ભિન્નપણે તથા પોતાના ભાવોથી અભિન્નપણે તેનું નામ શુદ્ધપણું છે. આ દ્રવ્યઅપેક્ષાએ શુદ્ધપણું પહેલાં સામાન્ય દ્રવ્ય કહેલ તે જ છે. હવે અહીં, દ્રવ્ય અપેક્ષાએ શુદ્ધ-અશુદ્ધ સર્વ પર્યાયોના સમુદાયને દ્રવ્ય કહેલ છે. તે દ્રવ્ય પોતાના ભાવોથી અભિન્ન છે અને પરદ્રવ્યભાવોથી ભિન્ન છે. એવું દ્રવ્યનું શુદ્ધપણું છે. માટે અપેક્ષાએ બરાબર
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com