________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪]
[ શ્રી મોક્ષમાર્ગ પ્રકાશકના કિરણો જ્ઞાનાવરણનો ક્ષયોપશમ હવે પ્રશ્ન કરે કે વિવાહાદિ પણ ભવિતવ્ય-આધીન છે તેમ તત્ત્વવિચારાદિ પણ કર્મના ક્ષયોપશમાદિકને આધીન છે, માટે ઉદ્યમ કરવો નકામો છે.
ઉત્તર- તત્ત્વવિચારાદિ કરવા યોગ્ય જ્ઞાનાવરણનો ક્ષયોપશમ તો તને થયો છે, તેથી જ ઉપયોગને ત્યાં લગાવવાનો ઉદ્યમ કરાવીએ છીએ. અસંજ્ઞી જીવોનો ક્ષયોપશમ એવો નથી તેથી તેને શા માટે ઉપદેશ આપીએ? એટલે એને ઉપદેશ આપતા નથી. આત્માનો ઉપયોગ અજ્ઞાનથી પરમાં લાગુ પડી ગયો છે તેની અમો દિશા બદલાવવા માગીએ છીએ. તત્ત્વાદિના વિચારનો અને શ્રદ્ધાનો પુરુષાર્થ કરી શકે એટલો તને વર્તમાન ઉઘાડ છે, માટે અમે તને ઉપદેશ આપીએ છીએ. અસંજ્ઞી જીવોની વર્તમાન એના કારણે યોગ્યતા નથી તેથી એને ઉપદેશ આપતા નથી; ત્યાં કર્મનું જોર છે એમ નથી, પણ એ જીવોની લાયકાત જ એવી છે.
પ્રશ્ન:- હોનહાર હોય તો આત્મામાં ઉપયોગ લાગે પણ હોનહાર સિવાય કેવી રીતે લાગે? ભલું થવાનું હોય તો જ અમારો પુરુષાર્થ કામ કરે નહિતર ન કરે.
ઉત્તર- જો એવું શ્રદ્ધાન છે તો સર્વકાળ કોઈપણ કાર્યનો ઉદ્યમ તું ન કર. તું ખાનપાન વ્યાપારાદિનો તો ઉદ્યમ કરે છે અને અહીં હોનહાર બતાવે છે, તેથી અમે જાણીએ છીએ કે તારો અનુરાગ જ અહીં નથી, માત્ર માનાદિ માટે એવી વાતો કરે છે. જે થવાનું હશે તે થશે એમ હું માને છે તો બધી વખતે એમ માન, પણ ઘરનાં કામમાં, વ્યાપારનાં કામમાં તો પુરુષાર્થ માને છે અને ધર્મની વાત આવે ત્યારે થવાનો હશે તો થશે એવી વાતો કરે છે. તેથી નક્કી થાય છે કે તારો પ્રેમ જ ધર્મ ઉપર નથી. જ્યાં પ્રેમ હોય ત્યાં પુરુષાર્થ થયા વિના રહે નહિ. જો બધું થવાનું હશે એમ થશે એમ માને તો જ્ઞાન થઈ જવાય છે; પણ તને ધર્મની રુચિ નથી, માત્ર માનાદિથી આવી જૂઠી વાતો કરે છે.
કર્મ-નોકર્મનું નિમિત્તપણે પ્રત્યક્ષ બંધન વળી તે કર્મ-નોકર્મનો પર્યાયમાં સંબંધ નિમિત્તરૂપે હોવા છતાં પણ આત્માને નિધિ માને છે. ચૌદમાં ગુણસ્થાન સુધી નિમિત્તનૈમિત્તિકસંબંધ કર્મની સાથે હોય છે દ્રવ્યદષ્ટિએ તો આત્મા નિબંધ છે, પણ અહીં તો પર્યાયમાં સંસારની
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com