________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અધિકાર સાતમો ]
[ ૨૩
બુદ્ધિપૂર્વક તત્ત્વની રુચિ, જ્ઞાન અને રમણતા છે. મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ કષાયાદિને દૂર કરવાનું કારણ તો તત્ત્વની રુચિ, વિચાર અને લીનતા છે, તે બુદ્ધિપૂર્વક તો કરવી. તત્ત્વનો વિચાર તે સમ્યગ્દર્શનનું કારણ છે. તત્ત્વવિચાર અને તત્ત્વની રમણતા પોતે પુરુષાર્થ કરે તો થાય છે. અને એવો પુરુષાર્થ કરે ત્યારે મોહકર્મનો ઉપશમ, ક્ષયોપશમ કે ક્ષય સ્વયં થઈ જાય છે. મોહકર્મના ઉપશમાદિ અબુદ્ધિપૂર્વક થાય છે. અબુદ્ધિપૂર્વકનો અર્થ એવો છે કે-આત્માનો પુરુષાર્થ જડકર્મના ઉપશમાદિ કરતો નથી, કેમ કે મોહકર્મના ઉપશમાદિ સ્વયં (જડકર્મના પોતાના કારણે ) થાય છે. એમ અહીં કહે છે.
હવે જેને આત્માની રુચિ, જ્ઞાન અને રમણતા કરવી હોય તે તત્ત્વાદિના વિચારાદિનો ઉદ્યમ કરે તથા મોહકર્મના ઉપશમાદિ સ્વયં થાય ત્યારે રાગાદિ પણ દૂર થાય; એટલે કે તત્ત્વાદિનો વિચાર કરે છે ત્યારે મોહકર્મના ઉપશમ આદિ અવશ્ય થાય છે, પણ આત્માના પુરુષાર્થના કારણે મોહકર્મના ઉપશમાદિ થતા નથી. માટે અબુદ્ધિપૂર્વક સ્વયં તેના ઉપશમાદિ થાય છે એમ કહેલ છે; અને તે વખતે રાગાદિ પણ હોતા નથી. નિમિત્ત મટતાં રાગાદિ થતા નથી, એમાં પણ એ જ વાત છે કે બુદ્ધિપૂર્વક રાગાદિનો નાશ થાય છે ત્યારે કર્મનું નિમિત્ત સ્વયં એના કારણે ઉપશમાદિ થઈ જાય છે. આનો સાર એ છે કે આત્મા તત્ત્વાદિના વિચારપૂર્વક સમ્યગ્દર્શનાદિનો પુરુષાર્થ કરે છે ત્યારે કર્મના ઉપશમાદિ આત્માના પુરુષાર્થ વિના એના કારણે સ્વયં થાય છે એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. વળી, નિમિત્ત મટતાં રાગાદિનો નાશ થાય છે અને તત્ત્વાદિનો વિચાર થતાં મોહકર્મના ઉપશમાદિ થાય છે; એનો અર્થ-એકબીજાના કારણે થાય છે એમ નથી.
ઘણા એમ માને છે કે આત્મા તો બુદ્ધિપૂર્વક પુરુષાર્થ કરે પણ કર્મ નાશ થાય કે ન પણ થાય; પરંતુ એમ નથી. આત્મા પુરુષાર્થ કરે અને કર્મનો નાશ ન થાય એમ બને જ નહિ, અને આત્માએ પુરુષાર્થ કર્યો છે માટે પુરુષાર્થથી કર્મનો નાશ થયો છે-એમ પણ નથી. આત્માનો સમ્યગ્દર્શનનો કાળ છે તે વખતે દર્શનમોહના નાશ વગેરેનો કાળ છે. અહીં જ્ઞાનના ઉઘાડનો કાળ છે તે વખતે જ્ઞાનાવરણીયના ક્ષયોપશમનો કાળ છે; અને આત્મામાં રાગાદિના અભાવનો કાળ છે તે વખતે ચારિત્રમોહના નાશનો કાળ છે, પણ કર્મના કા૨ણે તે નથી અને આત્માના પુરુષાર્થના કા૨ણે કર્મનો નાશ નથી-એમ સમજવુ.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com