________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ર૬]
[ શ્રી મોક્ષમાર્ગ પ્રકાશકનાં કિરણો સંબંધ ન હોય તો વર્તમાન સિદ્ધદશા હોવી જોઈએ, પણ વર્તમાન સિદ્ધદશા નથી, એટલે કે વર્તમાન શરીરના નિમિત્તે આત્મામાં અવસ્થા થાય છે, એમ કર્મ-નોકર્મનો સંબંધ છે; અને પર્યાયદષ્ટિએ વર્તમાનમાં બંધ છે એમ જાણવું જોઈએ.
હવે જો વર્તમાન પર્યાયમાં સર્વથા બંધ જ ન હોય તો મોક્ષમાર્ગી તેના નાશનો ઉદ્યમ શા માટે કરે છે? વર્તમાન પર્યાયમાં વિકાર જ ન હોય અને એનું નિમિત્ત એવું મોહકર્મ જ ન હોય તો પુરુષાર્થ કરીને એનો નાશ કરવાનું રહેતું નથી, અને સ્વભાવ સન્મુખ થવું-એવું પણ રહેતું નથી. જ્ઞાની તો સ્વભાવ સન્મુખ થઈને રાગાદિનો નાશ કરે છે. માટે આત્માને બંધન છે એમ માનવું.
માહ વદ ૨ રવિવાર તા. ૧-૨-૫૩ આત્મામાં વર્તમાન વિભાવભાવ થાય છે અને તેમાં કર્મ-નોકર્મનો સંબંધ છે એને માનતો નથી અને કહે છે કે શાસ્ત્રમાં તો આત્માને કર્મ-નોકર્મથી ભિન્ન અબદ્ધસ્પષ્ટ કહ્યો છે તે કેવી રીતે છે? તેનો જવાબ આપે છે. આત્માને કર્મ અને નોકર્મ સાથે તાદાભ્યસંબંધ નથી;
પણ નિમિત્તનૈમિતિકસંબંધ છે સંબંધ અનેક પ્રકારના છે. ત્યાં તાદાત્મસંબંધ અપેક્ષાએ આત્માને કર્મ નોકર્મથી ભિન્ન કહ્યો છે; માટે આત્મા કર્મમાં અને શરીરમાં એકમેક થઈ જાય એમ બનતું નથી; તો પણ આત્માને અને શરીરને નિમિત્તનૈમિત્તિકસંબંધ નથી એમ નથી. વળી દ્રવ્ય પલટી જઈ, એક બીજાથી મળી જઈ એક થઈ જતું નથી. માટે તે અપેક્ષાએ આત્માને અબદ્ધસ્પષ્ટ કહેલ છે. આત્મા પરની સાથે એકમેક થતો નથી માટે અબદ્ધસ્પષ્ટ કહ્યો છે. પર્યાયમાં વિકાર સ્વતંત્રપણે કરે છે ત્યારે કર્મ નિમિત્ત છે, અને આત્માનું ક્ષેત્રમંતર થાય છે એમાં શરીરનું નિમિત્ત છે; માટે નિમિત્તનૈમિત્તિકસંબંધ અપેક્ષાએ આત્માને બંધન છે અને કર્મનો કર્મના નિમિત્તે આત્મા અનેક અવસ્થાને ધારણ કરે છે. માટે જે, આત્માને સર્વથા નિબંધ માને છે તે મિથ્યાદષ્ટિ છે. નિમિત્તનૈમિત્તિકસંબંધ સર્વથા છૂટી જાય તો તો સિદ્ધદશા હોવી જઈએ. કેવળીને પણ કર્મ-નોકર્મ સાથે નિમિત્તનૈમિત્તિકસંબંધ છે. અહીં કર્મ અને શરીરના
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com