________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨]
[ શ્રી મોક્ષમાર્ગ પ્રકાશકના કિરણો
મહા વદ ૨ શનિવાર, તા. ૩૧-૧-૫૩ નિશ્ચયાભાસીની ભૂલના ચાર પ્રકાર જુઓ, અહીં ચાર પ્રકારથી નિશ્ચયાભાસી ભૂલ કરે છે તે વાત કહી છે. એમાં પહેલાં તો એ વાત કરી હતી કે તે આત્માની સંસાર પર્યાયમાં વર્તમાન સિદ્ધપર્યાય નથી છતાં સિદ્ધદશા માને છે. અને બીજી વાત એ કહી કે તે વર્તમાન અલ્પજ્ઞદશામાં કેવળજ્ઞાન માને છે. ત્રીજી વાત-રાગાદિ વર્તમાન પર્યાયમાં થતા નથી એમ કોઈ માને છે. અને ચોથી વાત એ કહી કે વિકાસ નિમિત્તના કારણે થાય છે એમ કોઈ માને છે એ ચારે અભિપ્રાયવાળા મિથ્યાદષ્ટિ છે.
પહેલા બોલમાં દ્રવ્યપર્યાય એટલે સિદ્ધપર્યાય વર્તમાન નહિ હોવા છતાં તેને વર્તમાન માને છે. બીજામાં, જ્ઞાનગુણની પર્યાય પૂર્ણ શુદ્ધ નહિ હોવા છતાં પૂર્ણ શુદ્ધ માને છે. ત્રીજી વાતમાં વર્તમાન રાગાદિ વિકારી પર્યાય થતી જ નથી–એમ માને છે. અને ચોથી વાતમાં, કર્મના નિમિત્તના કારણે રાગ થાય છે એમ માને છે. તે બધા મિથ્યાષ્ટિ છે.
હવે પ્રશ્ન કરે છે કે જો કર્મના નિમિત્તથી રાગાદિ થાય છે તો જ્યાં સુધી કર્મનો ઉદય રહે, ત્યાં સુધી વિભાવ કેવી રીતે દૂર થાય? માટે તેનો ઉધમ કરવો તો નિરર્થક છે? જાઓ, અહીં રાગદ્વેષઆત્માના કારણે જે માનતા નથી અને નિમિત્તના કારણે થાય છે-એમ માનનારની ભૂલ કેવી થાય છે? એ વાતને પ્રશ્ન ઉઠાવીને નિર્ણય કરાવે છે. તે એમ માને છે કે-કર્મનો ઉદય હોય ત્યાં સુધી રાગના નાશનો ઉધમ થતો નથી, તો ઉદ્યમ કેવી રીતે કરવો?
ઉત્તરઃ- એક કાર્ય થવામાં અનેક કારણોની આવશ્યકતા છે. તેમાં જે કારણ બુદ્ધિપૂર્વકનાં હોય તેને તો પોતે ઉદ્યમ કરી મેળવે તથા અબુદ્ધિપૂર્વકનાં કારણ સ્વયં મળે ત્યારે કાર્યસિદ્ધ થાય છે.
બુદ્ધિપૂર્વક અને અબુદ્ધિપૂર્વકનો પુરૂષાર્થ અહીં બે વાત કરી છે કે બુદ્ધિપૂર્વકનાં કારણને પોતે ઉદ્યમ કરીને મેળવે અને અબુદ્ધિપૂર્વકનાં કારણ તો એની મેળે સ્વયં મળી જાય છે. જેમકે: પુત્ર થવાનું કારણ બુદ્ધિપૂર્વક તો વિવાદિ કરવો એ છે, તથા અબુદ્ધિપૂર્વક કારણ ભવિતવ્ય છે. હવે ત્યાં પુત્રનો અર્થી વિવાહાદિકનો તો ઉધમ કરે અને ભવિતવ્ય સ્વયં થાય ત્યારે પુત્ર થાય. તેમ વિભાવ એટલે મિથ્યાત્વાદિ દૂર કરવાનું કારણ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com