________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અધિકાર સાતમો ]
[ ૧૯
પ્રભાવના કારણે કપડું બળે છે એમ નથી, કપડું પોતાની યોગ્યતાના કારણે બળે છે. માટે કોઈપણ એમ માને કે કર્મના પ્રભાવને કારણે વિકાર થાય છે તો તે સાંખ્યમતી જેવો છે. જેમ સાંખ્યમતી આત્માને શુદ્ધ માની સ્વચ્છંદી થાય છે તેમજ આ પણ થયો. વૈરાગી-ત્યાગી હોય પણ જો કર્મના કારણે વિકાર થાય છે એમ માને તો તે જૈની હોવા છતાં સાંખ્યમતી છે, કાંઈ ફેર નથી. જગતનો કર્તા કોઈ ઈશ્વરને માને અને જૈન કહે કે પરજીવની દયા હું પાળી શકું છું તો તે બન્ને મિથ્યાદષ્ટિ છે. બન્નેની કર્તાપણાની માન્યતા એક સરખી છે. કર્મના ઉદયથી વિકાર થાય છે–એવી શ્રદ્ધાથી એવો દોષ થયો કે રાગાદિકને પોતાના અપરાધથી થયા ન જાણ્યા, અને પોતાને તેનો અકર્તા માન્યો, એટલે રાગાદિક થવાનો ભય રહ્યો નહિ. અથવા રાગાદિ ટાળવાનો ઉપાય પણ એને કરવાનો રહ્યો નહિ. તેથી તે સ્વચ્છંદી બની માઠાં કર્મો બાંધી અનંત સંસારમાં રખડે છે.
દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધા આત્મા કરે છે એમ માને અને વળી પાછો કહે કે રાગાદિ કર્મના કારણે થાય છે; તો ત્યાં કાંઈ મેળ રહેતો નથી. કેમ કે દેવાદિની શ્રદ્ધા પણ રાગ છે; તે શ્રદ્ધા પણ કર્મના કારણે માની; તો તે શુભભાવ પણ આત્મા કરી શકે નહિ એમ તેણે માન્યું એટલે રાગ કર્મના કા૨ણે માને તો રાગ ટાળીને સ્વભાવષ્ટિ કરવાનો અવસર રહેતો નથી અને સ્વચ્છંદી થાય છે.
સમયસારાદિ ગ્રંથો વાંચે એટલે કર્મ આત્માને રાગ કરાવે છે એમ તો કહી શકે નહિ, પણ કર્મના નિમિત્ત વિના કોઈને કાંઈ રાગ થતો નથી, માટે કર્મની અસર પડે છે, નિમિત્તનો પ્રભાવ પડે છે એમ તો હોવું જોઈએ એમ કેટલાક માને છે. પરંતુ જીવને એક સમય પણ પરનો પ્રભાવ જો માનવામાં આવ્યો તો તેને સદાય માટે-કોઈ વખત કર્મના ઉદય વિના રહેતો નથી માટે ત્રિકાળ કર્મનો પ્રભાવ થયો; એટલે કે એને કદી પણ પુરૂષાર્થ કરવાનો વખત રહેતો નથી. તેથી તે સ્વચ્છંદી બની ચાર ગતિરૂપ સંસારમાં રખડે છે.
સમયસાર નાટકના બંધ અધિકારમાં તથા ઈષ્ટ-ઉપદેશમાં આવે છે કે કર્મનું બળવાનપણું છે. કોઈ વખત આત્માનું બળવાનપણું છે. અને કોઈ વખત કર્મનું બળવાનપણું છે; પણ એનો અર્થ એવો છે કે જ્યારે સ્વભાવને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com