________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮]
[ શ્રી મોક્ષમાર્ગ પ્રકાશકનાં કિરણો પાર ઊતરતો નથી. સમયસારમાં એમ પણ આવે છે કે વિકાર અને કર્મને વ્યાપ્યવ્યાપકભાવ છે, પણ એ તો વિકારને આત્મામાંથી કાઢી નાખવા માટે ત્રિકાળ સ્વભાવદષ્ટિ કરાવવા કહેલ છે. ખરેખર વિકાર કાંઈ કર્મમાં વ્યાપતો નથી. હું જ્ઞાનાનંદ શુદ્ધ ચૈતન્ય છું એના ભાન વિના ઉપવાસાદિ કરે તોપણ, તે જીવ વિકાર પોતાના કારણે પોતાની પર્યાયમાં થાય છે એમ માનતો નથી, તેથી તે આંધળો છે. તેનો મોહ નાશ થતો નથી.
કોઈ એમ કહે છે કે જેટલો કર્મનો ઉદય હોય તેટલો રાગ થાય છે; જેમ કે જેટલો તાવ હોય એટલો ડીગ્રીના માપમાં આવે છે. ચાર ડીગ્રી તાવ હોય તો માપમાં ચાર ડીગ્રી આવે છે; પણ તે ભ્રમણા છે. વળી તે દષ્ટાંત આપે છે કે સ્ફટીકમાં જેવો રંગ આવે એવી ઝાંય દેખાય છે, એમ જે પ્રકારના કર્મના ઉદય આવે એના પ્રમાણે વિકાર થાય છે. એમ તે માને છે પણ તે મોટી ભૂલ છે. સમયસારના કળશમાં કહ્યું છે કે આવું જે માને તે આંધળો છે. એને શ્રુતજ્ઞાન નથી. એનો મિથ્યાત્વભાવ કદી નાશ થતો નથી.
એક સમય પણ કર્મના પ્રભાવના કારણે વિકાર કરવો પડે છે એમ માને તો તેને કોઈ સમય પણ આત્મામાં પુરુષાર્થ કરીને સંસાર નાશ થવાનો અવસર રહેતો નથી. માટે કર્મના કારણે આત્મામાં વિકાર થતો નથી એમ માનવું.
વળી જે આત્માને સર્વથા અકર્તા માને છે તેને કહે છે કે-કર્મ જ જગાડે છે, સુવાડે છે, પરઘાતકર્મથી હિંસા છે, વેદકર્મથી અબ્રહ્મ છે; માટે કર્મ જ કર્તા છે-એમ માનનાર જૈનીને પણ શ્રી સમયસારના સર્વવિશુદ્ધજ્ઞાન અધિકારમાં સાંખ્યમતી કહ્યો છે. દર્શનાવરણી કર્મનો ઉદય હોય ત્યારે ઊંધ આવે. એનો ક્ષયોપશમ હોય ત્યારે જાગે છે. જ્ઞાનાવરણી કર્મનો ઉદય હોય તો અમારું જ્ઞાન હીન થાય છે અને ક્ષયોપશમ હોય ત્યારે જ્ઞાનનો ઉઘાડ થાય છે. એમ જે માને છે તે સાંખ્યમતી છે, કેમ કે કર્મના દોષના કારણે આત્માની પર્યાયમાં દોષ ત્રણ કાળમાં થતો નથી. વળી તેઓ કહે છે કે અમારો હિંસાનો ભાવ નથી, પરંતુ પરઘાતકર્મનો ઉદય આવે છે માટે હિંસા થાય છે. પુરૂષવેદ-સ્ત્રીવેદનો ઉદય આવે ત્યારે અમને વિષયભાવ થાય છે. માટે કર્મ જ કર્તા છે. જૈની થઈને પણ એમ માને તો તેને સાંખ્યમતી કહેલ છે.
કોઈ પદાર્થનો પ્રભાવ કોઈ પદાર્થ ઉપર પડતો નથી. અગ્નિના
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com