________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬ ]
[શ્રી મોક્ષમાર્ગ પ્રકાશકનાં કિરણો કોઈ માને તો તે વાત ખોટી છે. હળદર અને ફટકડીમાં પણ બન્નેનાં રજકણો પોતપોતાની લાયકાતથી લાલરૂપે પરિણમે છે. તેમ પર્યાયમાં આત્મા પોતે વિકાર કરે છે, વિકાર કર્મ કરાવ્યો નથી. અન્યમતી માને છે કે ઈશ્વર કર્યા છે અને કોઈ જૈની એમ માને કે કર્મના કારણે વિકાર થાય છે તો બન્નેની એક જાતની માન્યતા થઈ, તેથી તે મિથ્યાષ્ટિ છે. અન્યમતી તો પોતાના દોષમાં કોઈ ઈશ્વરને કર્તા તરીકે માને છે અને આ જૈની તો અચેતન જડને પોતાના ભાવનો કર્તા માને છે માટે તે તો અન્યમતીની માન્યતા કરતાં પણ ઘણી વિપરીત માન્યતાવાળો થયો. તેને જૈન વીતરાગ માર્ગની ખબર નથી.
વળી રાગાદિ એકલી કર્મપ્રકૃતિનું પણ કાર્ય નથી કારણ કે કર્મ તો અચેતન જડ છે અને વિકારી ભાવો ચેતન છે. માટે તે ભાવોનો કર્તા જીવ પોતે જ છે, અને એ રાગાદિક જીવનું જ કર્મ છે; કારણ કે ભાવકર્મ તો ચેતનના અનુસારી છે, ચેતના વિના હોય નહિ, તથા પુદગલ જ્ઞાતા નથી. એ પ્રમાણે રાગાદિભાવો જીવમાં થાય છે. કોઈ એમ કહે કે રામચંદ્રજી છ માસ સુધી વાસુદેવનું મૃતક કલેવર લઈને ફર્યા છે તે બધું ચારિત્રમોહકર્મના કારણે હતું, પણ તે વાત તદ્દન ખોટી છે. આત્માની રાગાદિ પર્યાય અને કર્મ અચેતન પર્યાય વચ્ચે અત્યંત અભાવ છે. અત્યંત-અભાવરૂપી વજનો મોટો કિલ્લો વચ્ચે પડ્યો છે, માટે કર્મની પર્યાયના કારણે આત્માના વિકારી ભાવો થતા નથી એમ સમજવું જોઈએ. આત્મા પોતે પોતાના સ્વભાવને ભૂલીને રાગાદિ પરિણામ કરે છે, પણ જો સ્વભાવનું ભાન કરીને સ્વરૂપમાં લીન થાય તો રાગાદિ ભાવો થતા નથી એમ જાણવું.
જે રાગાદિમાં કર્મનું કારણ માને છે તેણે વ્યવહારરત્નત્રય જે રાગ છે તેને કર્મના કારણે માન્યું. હવે વ્યવહારના કારણે નિશ્ચય પ્રગટે એમ જેણે માન્યું તેણે નિશ્ચય કર્મથી પ્રગટે-એમ જ સ્વીકાર્યું.
પ્રથમ તો વિકાર આત્મા સ્વતંત્રપણે પોતે કરે છે એમ માનવું. કોઈ કહે કે બે હાથથી તાળી પાડીને અવાજ થાય છે, તો તે વાત પણ ખોટી છે; કેમ કે એક હાથ બીજા હાથને અડતો નથી, અને જે અવાજ થાય છે તે હાથના કારણે થતો નથી પણ તે જગ્યાએ શબ્દવર્ગણાનાં રજકણો છે તેની અવસ્થા તેના કારણે તે વખતે થાય છે. વિકાર તો ચેતન એવા આત્માને અનુસરીને થાય છે. એટલે કે આત્મા પોતે અનુસરેકરે તો થાય છે. કર્મ રાગાદિમાં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com