________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અધિકાર સાતમો]
[૧૫ શાસ્ત્રમાં વિકારને પુદ્ગલ જન્ય કહેલ છે તેનો આશય ક્રોધાદિભાવો જે થાય છે તે પાધિક ભાવો છે. તે આત્માની ભૂમિકામાં થાય છે, કેમ કે તે ચેતનનો આભાસ છે, અચેતન મૂર્તિક જડના તે નથી. ચારિત્રમોહનીયકર્મના કારણે તે વિકારીભાવો નથી. સંજ્વલનના તીવ્ર ઉદયથી છઠ્ઠ ગુણસ્થાન હોય છે અને મંદ ઉદયથી સાતમું ગુણસ્થાન હોય-એમ નથી. કર્મના કારણે આત્માની શુદ્ધતા કે અશુદ્ધતા નથી. આત્માની પર્યાય જડના કારણે ત્રણ કાળમાં હોય નહિ. શાસ્ત્રમાં વિકારને પુગલજન્ય કહેલ છે એ તો વિકાર આત્માનો સ્વભાવ નથી એમ બતાવવા તથા વિકાર નીકળી જાય છે એમ બતાવવા માટે તેને પુગલજન્ય કહેલ છે, પણ પ્રથમ આત્મામાં પોતાના કારણે વિકાર થાય છે એમ માને, પછી આત્માનો તે સ્વભાવ નથી એવી સ્વભાવદષ્ટિ કરવા માટે અને વિકાર કાઢી નાખવા માટે તે પુદગલનો વિકાર છે એમ કહેલ છે. શ્રી સમયસારના કળશમાં કહેલ છે કે -
कार्यत्बादकृतं न कर्म न च तज्जीवप्रकृत्योर्द्वयीरजायाः प्रकृतेः स्वकार्यफलभुग्भावानुषंगात्कृतिः नैकस्याः प्रकृतेरचित्त्वलसनाज्जीवोऽस्य कर्ता ततो
जीवस्यैव च कर्म तच्चिदनुगं ज्ञाता न यत्पुद्गलः ।। २०३।। એ રાગાદિરૂપ ભાવકર્મ કોઈએ નથી કર્યા એમ નથી; કેમકે એ કાર્યભૂત છે. રાગાદિ આત્માના ત્રિકાળી સ્વભાવમાં નથી પણ પર્યાયમાં નવા નવા ભાવો જીવ પોતે કરે છે. તત્ત્વાર્થસૂત્રમાં ઔદયિકભાવને જીવનું સ્વતત્વ કહેલ છે. એટલે કે આત્માનું તે કાર્ય છે તેનો કર્તા આત્મા છે, માટે રાગાદિ ભાવો કાર્ય નથી-એમ નથી અને એને કોઈએ કર્યા નથી એમ પણ નથી.
વળી તે, જીવ અને કર્મપ્રકૃતિ એ બન્નેનું કર્તવ્ય નથી જીવ અને જડ બન્ને ભેગાં થઈને રાગાદિ ભાવો કરે છે એમ પણ નથી. આત્મા પોતે પોતાના અપરાધથી ક્રોધાદિ વિકારી ભાવો કરે છે એમાં કર્મ નિમિત્ત છે; પણ ખરેખર બને ભેગા થઈને રાગાદિભાવો કરતાં નથી. બન્ને ભેગાં થઈને જો રાગાદિ કરે તો તે ભાવકર્મનું ફળ જે સુખદુઃખાદિ છે તે કર્મને પણ ભોગવવું પડે પણ એમ બનતું નથી. હળદર અને ફટકડી બે ભેગા થાય છે ત્યારે લાલ રંગ થાય છે, તેમ કર્મ અને જીવ ભેગાં થઈને રાગાદિ કરે છે એમ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com