________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪]
[ શ્રી મોક્ષમાર્ગ પ્રકાશકનાં કિરણો છે. પણ જ્યારે કર્મનાં નિમિત્ત તરફનો ભાવ રહેતો નથી ને વીતરાગતા પ્રગટે છે ત્યારે કેવળજ્ઞાન પ્રગટે છે. અહીં કર્મનું નિમિત્ત મટતાં કેવળજ્ઞાન થાય એમ કહેલ છે; એનો અર્થ એવો છે કે આત્મા કેવળજ્ઞાનનો પુરુષાર્થ કરે ત્યારે કેવળજ્ઞાન પ્રગટ થાય છે અને તે વખતે કર્મનું નિમિત્ત રહેતું નથી. માટે નિમિત્તનો અભાવ થતાં સ્વભાવ પ્રગટ થાય છે એમ કહેલ છે.
આત્મા કેવળજ્ઞાન પ્રગટ કરે છે માટે આત્માનો સદાકાળ કેવળજ્ઞાન સ્વભાવ છે એમ કહેવામાં આવે છે. આવી શક્તિ તો આત્મામાં સર્વદા હોય છે, પણ તે પ્રગટ થાય ત્યારે પ્રગટ થયું કહેવાય છે. હવે જેમ પાણી વર્તમાનમાં ગરમ હોય તેને વર્તમાનમાં ઠંડુ માનીને કોઈ પીએ તો દાઝે, તેમ કેવળજ્ઞાન સ્વભાવ વડ, અશુદ્ધઆત્માને પણ કેવળજ્ઞાની માની અનુભવવામાં આવે તો તેથી દુઃખી જ થાય. એ પ્રમાણે જે આત્માને કેવળજ્ઞાનાદિરૂપ અનુભવે છે તે મિથ્યાદષ્ટિ છે. વળી કોઈ પોતાને રાગાદિભાવ પ્રત્યક્ષ હોવા છતાં પણ ભ્રમથી પોતાને રાગાદિ રહિત માને છે તે મિથ્યાષ્ટિ છે. વર્તમાન પર્યાયમાં રાગાદિ નથી એમ જે માને છે તે, અને જૈનમાં પણ કોઈ રાગાદિ પરિણામ કર્મના કારણે થાય છે એમ માને તો, તે બન્ને એક સરખા મિથ્યાદષ્ટિ છે.
વ્યવહારનયના કથનનો આશય આત્મામાં શુભાશુભ ભાવો વર્તમાન થાય છે છતાં જે, આત્માને રાગાદિ રહિત માને છે તેને અમે પૂછીએ છીએ કે આ રાગાદિ થતા જોવામાં આવે છે તે કોનામાં થાય છે? જો તે શરીરમાં કે કર્મમાં થતા હોય તો તે ભાવો અચેતન અને મૂર્તિક હોય, પણ તે રાગાદિભાવો તો પ્રત્યક્ષ અમૂર્તિક જણાય છે; માટે સિદ્ધ થાય છે કે એ આત્માના જ ભાવો છે. એક ભાઈ એમ કહેતા હતા કે આ ક્રોધ થયો છે તે કર્મના ઉદયને કારણે થયો છે કેમ કે ગોમ્મદસારમાં લખેલું છે તે કર્મનો પ્રબળ ઉદય આવે છે માટે ક્રોધાદિ થાય છે. તે ગોમ્મદસારના લખાણને સમજતો જ નથી, કેમકે ક્રોધાદિ થાય છે તે તો આત્મામાં થાય છે. તે આત્માની વિકારી પર્યાય છે, કર્મમાં તે થતા નથી, કેમ કે કર્મ તો અચેતન અને મૂર્ત છે અને વિકાર તો ચેતનભૂમિમાં થાય છે. માટે વિકાર તો ચેતન અને અમૂર્તિક છે. છતાં કર્મના કારણે તે થાય છે એમ માને છે તે મિથ્યાદૃષ્ટિ છે. વસ્તુના સ્વભાવને તે સમજતો નથી.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com