________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અધિકાર સાતમો ]
[૧૭ અનુસરતા નથી; કર્મની ભૂમિકામાં તે થતા નથી. હવે આનો સાર એ છે કે રાગાદિભાવો તું સ્વતંત્ર કરે એવા થાય છે પણ કર્મના કારણે થતા નથી; જો વિકારને સ્વતંત્ર માને તો તેનો નાશ કરવાનો ઉપાય પોતે સ્વતંત્ર કરી શકે છે એમ નક્કી થાય.
રાગાદિભાવો આત્મામાં જ થાય છે સંસાર, પુણ્ય-પાપ આત્મા વિના થતાં નથી, જડ કર્મ કે શરીરમાં એ ભાવો નથી, માટે આત્મામાં એ ભાવો થાય છે એમ માનવું; પણ જે રાગાદિ ભાવોનું નિમિત્ત કર્મોને જ માની પોતાને રાગાદિનો અકર્તા માને છે, તે પોતે કર્તા હોવા છતાં પોતાને અકર્તા માની, નિરુદ્યમી બની, પ્રમાદી રહેવું છે તેથી જ કર્મોનો દોષ ઠરાવે છે, પણ એ તેનો દુ:ખદાયક ભ્રમ છે.
આત્મા પોતે વિકાર અને દોષ કરે અને નાખે કર્મ ઉપર તે પ્રમાદી થઈને મિથ્યાદષ્ટિ રહે છે. બનારસીદાસજીએ કહ્યું છે કે બે દ્રવ્ય ભેગા થઈને એક પરિણામ કરે નહિ અને બે પરિણામ એક દ્રવ્યથી થાય નહિ. માટે કર્મના કારણે દોષ થાય છે એમ માનવું નહિ.
વીર સં. ૨૪૭૯ માહુ વદ ૧ શુક્રવાર, તા. ૩૦-૧-૫૩
કર્મ રાગ કરાવતું નથી જે એમ માને છે કે કર્મના નિમિત્તના કારણે વિકાર થાય છે તે, નિશ્ચય અને વ્યવહાર બન્નેનો આભાસી છે. કર્મ પ્રેરક થઈને રાગ કરાવતું નથી. છતાં અજ્ઞાની મૂઢ એમ માને છે કે કર્મ પ્રેરક થઈને જબરજસ્તીથી રાગ કરાવે છે, તેથી તે મિથ્યાદષ્ટિ છે. શ્રી સમયસાર કળશમાં પણ કહ્યું છે કે –
रागजन्मनि निमित्ततां परद्रव्यमेव कलयंति ये तु ते।
उत्तरन्ति न हि मोहवाहिनी शुद्धबोधविधुरान्धबुद्धगः।। २२१।। અર્થ:- જે જીવ રાગાદિની ઉત્પત્તિમાં પરદ્રવ્યનું જ નિમિત્તપણું માને છે તે જીવ પણ શુદ્ધ જ્ઞાનથી રહીત છે અંધબુધ્ધિ જેની, એવો બની મોહ નદીની
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com