________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અધિકાર સાતમો]
[ ૧૩ શ્રેષ્ઠી ધર્માત્માએ ચારણ મુનિઓને ભ્રમથી ભ્રષ્ટ જાણીને આહાર ન આપ્યો, તો
જ્યાં પ્રત્યક્ષ ભ્રષ્ટ હોય તેને ભક્તિથી આહારાદિ આપવા તે કેમ સંભવે? એટલે ભ્રષ્ટ હોય તેને પૂજનિક ગણીને અથવા તો મુનિ છે એમ માનીને દાનાદિ આપે તો તે મિથ્યાદષ્ટિ છે. માટે પ્રથમ યથાર્થ જ્ઞાન કરવું જોઈએ. ભૂલ કરે અને ભૂલ માને નહિ તો ભૂલ ટળે નહિ. પ્રથમ ભૂલને ભૂલપણે જાણવી જોઈએ તો જ ભૂલ છૂટે.
અહીં કહે છે કે આત્મામાં દેશચારિત્ર પ્રગટ ન થવામાં અપ્રત્યાખ્યાનાવરણીય કષાય નિમિત્ત છે. વસ્તુમાં પરનિમિત્તથી જે ભાવ થાય તેનું નામ ઔપાધિકભાવ છે. તથા પરનિમિત્ત વિના જે ભાવ થાય તેનું નામ સ્વભાવભાવ છે. આત્મામાં શક્તિરૂપે જે સ્વભાવ છે એના અવલંબને જે ભાવ થાય તે સ્વભાવભાવ છે; પણ પોતાનો આશ્રય ન કરતાં પરલક્ષે જે ભાવ થાય તે ઔપાધિક ભાવ છે. એમાં નિમિત્તની અપેક્ષા છે. માટે જ્યાં જેમ છે તેમ સમજવું.
જેમ જળને અગ્નિ નિમિત્ત થતાં ઉષ્ણપણું થયું એટલે કે પાણી ઉષ્ણરૂપ થયું છે તેમાં અગ્નિ નિમિત્ત છે. પાણીની ઉષ્ણદશા વખતે શીતળપણાની અવસ્થા નથી, પણ અગ્નિનું નિમિત્ત મટતાં પાણીની અવસ્થા ઠંડી થઈ જાય છે; માટે પાણીનો સ્વભાવ શીતળ છે-એમ સિદ્ધ થાય છે. વર્તમાન ઉષ્ણ હોવા છતાં સ્વભાવ તો શીતળ જ છે, પણ ઉષ્ણ પર્યાય વખતે શીતળતા પ્રગટ નથી. પરંતુ શક્તિરૂપે તો ત્રિકાળ છે. તે શક્તિ જ્યારે વ્યક્તરૂપે થાય છે ત્યારે સ્વભાવ વ્યક્ત થયો કહેવામાં આવે છે.
વીર સં. ૨૪૭૯ માહ સુદ ૧૪ બુધવાર, તા. ૨૮-૧-૫૩ આત્મા સ્વભાવે જેમ શુદ્ધ છે તેમ પર્યાયે પણ વર્તમાન દશામાં શુદ્ધ છે એમ કોઈ માને તો તે ભ્રાંતિ છે. પર્યાયમાં જો પ્રગટ શુદ્ધ દશા હોય તો કાંઈ કરવાનું રહેતું નથી.
અહીં પાણીનું દષ્ટાંત આપ્યું છે કે પાણીનો સ્વભાવ તો શીતળ છે, પણ વર્તમાન અગ્નિના નિમિત્તે ઉષ્ણ દશા છે તે પાણીનો સ્વભાવ નથી એમ આત્મામાં કર્મના નિમિત્તે વર્તમાન પર્યાયમાં વિકાર છે ત્યાં તો કેવળજ્ઞાનનો અભાવ જ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com