________________
૫
જિનેદ્રવાણી
એમ હૃદયમાં ઉત્પન્ન થયેલી સંશયરૂપ વેલીને તે તે વચનરૂપ જલવડે સિંચતા કુમારપાલે સૂરદ્રને પૂછયું કે, એમાં સત્ય તત્વ શું?
સૂરીશ્વર બેલ્યા. દેવબોધિએ તને શું કહ્યું હતું ? કુમારપાલે કહ્યું, તેના અને આપના કહેવામાં હું કંઈપણ સમયે નથી,
સૂરીશ્વર બેલ્યા. હે રાજન ! કલા એ ઇંદ્રજાલ છે. તેની પાસે એક કલા શુદ્ધ છે. અને મારી પાસે તે તેવી સાત કલાઓ છે. તેની શકિતવડે અમે બંને સ્વપનની માફક સર્વ તને બતાવ્યું.
જે તેમાં સંશય હોય તે તું બોલ ? અહીં તને સર્વ દુનિયા બતાવું ! પરંતુ હે રાજન ! આ સવ કટ નાટકના ખેલ છે. એમાં કંઈ સાર નથી. માત્ર જે સોમેશ્વરે તને કહ્યું હતું, તેજ સત્ય છે.
એ પ્રમાણે ગુરુમહારાજના વચનરૂપ તરંગોના સિંચનવડે રાજાના હુદયમાંથી ભ્રાંતિરૂપ સંતાપ દૂર થઈ ગયે, જેથી તે ખુશી થઈ પિતાના સ્થાનમાં ગયે.
બીજે દિવસે કુમારપાલરાજા ઉપદેશરૂપી અમૃતનું પાન કરવા ગુરુ સ્થાનમાં ગયા. ત્યાં સૂરીશ્વરે મેઘ સમાન ગંભીરધ્વનિવડે ઉપદેશની શરૂઆત કરી;
क्षाराब्धेरमृतं घनाद्वितरण वाणीविलासादृत,
शालात्सत्फलमंगकादुपकृतिर्व शाच्च मुक्तामणिः । मृत्स्नायाः कनक सुमात् परिमलः पंकात्पयोज यथा,
निःसागत् पुरुषायुषः सुचरित सार तथाऽऽकृष्यताम् ॥११॥
“લવણ સમુદ્રમાંથી અમૃત, દ્રવ્યથી દાન, વાણીવિલાસમાંથી સત્ય, વૃક્ષથી ઉત્તમ ફલ, દેહથી ઉપકાર, વાંસમાંથી મુકતામણિ, મૃત્તિકામાંથી સુવર્ણ, પુષ્પમાંથી સુગંધ અને કાદવમાંથી કમલ જેમ ગ્રહણ કરાય છે, તેમ અસાર એવા જીવનમાંથી ઉત્તમઆચરણરૂપી સારને સંગ્રહ કરે.
વળી કંદમાંથી લતાઓ જેમ જેથી ઉત્કૃષ્ટસંપત્તિમાં વૃદ્ધિ પામે તેજ પુણ્ય કહેવાય, એમ અજગતપ્રભુએ કહેલું છે.
ઉપકાર, જ
મેહ કરાય , પુષ્પમાળી