________________
રાક્ષસરાજ્ય
૪૯
વત્સ! તું શાથી ઉદાસ દેખાય છે? ચિંતાનું કારણ તું નિવેદન કર.
ખુશ થઈ સુમિત્ર છે. અગ્નિજવાલા સમાન સંતાપ કરનારી મોટી ચિંતા મારે આવી પડી છે. તેમાં જે આ૫ મેઘ સમાન શાંતિ દાયક થાએ, તે હે પ્ર! આપનું પૂછવું એગ્ય ગણાય.
રિમતમુખે સિદ્ધ છે. આ બાબતમાં તને સંદેહ છે? ચમત્કારિક કેઈ અપૂર્વ મારી શકિત તું સાંભળ!
“ભૂત, વ્યંતર, યક્ષ અને રાક્ષસના કુલને હુંકારાથી હું બંધ કરૂ છું.
સૂર્ય ચંદ્રને હાથમાં રાખું છું, સમુદ્રને શોષી લઉ છું.
દેવે સહિત ઈદ્રને ખેંચી લઉ છું તેમજ ભુજંગ સહિત શેષનાગ અને સર્વ જગતને વિપરીત કરી નાખું છું,
એટલું જ નહીં પરંતુ હે સુભગ ! કેઈપણ ઠેકાણે કંઈપણ કાર્ય મારે દુકર નથી.
આ પ્રમાણે સાંભળી સુમિત્ર સિદ્ધના આશ્રયથી સંતુષ્ટ થયે.
ત્યારપછી તેણે તે રાક્ષસનું વૃત્તાંત સાવંત કહી સંભળાવ્યું અને તેની પાસે રાક્ષસથી અભય માગી લીધે. રાક્ષસ૫રાજ્ય
સિદ્ધ અને સુમિત્ર વાર્તાલાપ કરતા હતા, તેટલામાં પાછળથી તે રાક્ષસ આવી પહોંચે.
જેનું મુખ વિવર ખુલ્લા દરવાજાવાળા નગર સમાન હતું. શિખરાગ્નપર વૃક્ષવાળા પર્વત સમાન જેના ઉંચા હાથ શોભતા હતા.
જેની ઝળહળતી દષ્ટિને પ્રકાશ વીજળીના ચમકારાને અનુસરતો હતો.
તેમજ શબ્દવડે બ્રહ્માંડરૂપી પાત્રને ભેદતે હતો. શરીરની આકૃતિ મેઘ સમાન શ્યામ હતી.
ઉંચે વૃદ્ધિ પામતા મસ્તકવડે ઉંચા આકાશને પણ આગળ-ઉપર વધારતા,
ભાગ-૨ ૪