________________
કાલિકાદેવી
૧૪૩ વિમાનમાં બેઠેલા દેવની જે ભુજાપર રહેલે રાજકુમાર વિચિત્ર પૃથ્વીનું અવલોકન કરતે બહુ વિસ્મય પામે.
આકાશને એલંઘતી તે ભુજા કેટલેક દૂર ચાલી ગઈ. ત્યાં એક વનની અંદર કાલિકાદેવીને મઠ હતું, તેમાં તે ઉતરી પડી.
પછી ભીમકુમાર પણ તેને ઉપરથી નીચે ઉતર્યો. કાલિકાદેવી
જેની ભીતે મોટાં મોટાં અસ્થિ-હાડકાઓથી બાંધેલી હતી. ખાપરીના કાંગરાઓ હતા.
ઊંટના અરિથનું દ્વાર, હાથીના દાંતનાં ઉંચાં તરણું, મુડદાંની વેણીઓની દવાઓ,
બકરાના ચામડાને ચંદરવો તેમજ ગાઢ રૂધિરથી વ્યાપ્ત ભૂમિ વાળા તે મઠને જેઈ ભીમકુમાર વિચાર કરવા લાગે.
આ નિદાનું સ્થાન હશે? ભયને ક્રીડા શૈલ હશે? શું મૃત્યુની રાજધાની હશે? કે આપત્તિએનું ખાસ આ ઘર હશે ?
વળી તે મઠની અંદર ભયંકર આકૃતિને ધારણ કરતી જાણે મૂર્તિમાન કાલરાત્રિ હેયને શું? તેમ પરીની માલારૂપ અલંકારથી વિભૂષિત કાલિકાદેવી બેઠી હતી.
તે દિવ્યદેવીની પૂજા રચવામાં તત્પર તે કાપાલિકને અને તેની પાસમાં ઊભેલા એક ગરીબ પુરુષને જોઈ ભીમકુમાર વિસ્મય પામે.
અરે ! આ શું? એમ તે ચિંતવતું હતું, તેટલામાં તે ભુજા કાપાલિકને બલ્ગ આપી તેના શરીરમાં પિશી ગઈ.
આ પાખંડી સામાન્ય નથી. મારા ખગ્ગવડે તે શું કરે છે? ગુપ્ત રહી હું જોઉં તો ખરે? એમ વિચાર કરી તે મંદિરના એક ખુણામાં ઉભે રહ્યો. કાપાલિક સાહસ
કાપાલિક દેવીનું પૂજન કરી ભીમકુમારનું ખગ હાથમાં લઈ કેશ ખેંચીને પિતાની નજીક ઉભેલા પુરુષને કેધથી કહેવા લાગે.