________________
૩૧૯
પ્રવાહ સમાન આચરણ કરતી પતાકાઓવડે ગગનાંગણને આચ્છાદિત કરતુ શ્રીવીર ભગવાનનું ભવ્ય મદિર ખંધાવ્યું.
ત્યારબાદ શ્રીયશાભદ્રસૂરિના માંગલિક હસ્તે તે ચૈત્યની અંદર મહેાત્સવ પૂર્વક શ્રીવીરભગવાનની પ્રતિષ્ઠા કરાવી.
શતખલાજ
ત્યારમાદ સુરીશ્વરની અન્ય સ્થળે વિહાર કરવાની ઈચ્છા હતી, છતાં પણ આઢર શ્રેષ્ઠીની બહુ પ્રાથનાથી વર્ષાં કાલમાં પણ ગુરુ— મહારાજ ત્યાં જ રહ્યા.
તે સમયે મેઘ અને સૂરીશ્વર અને મધુર સ્વરે ગર્જના કરતા માટે ભાગ્યશાળી જનાના ક્ષેત્રોમાં પુણ્યરૂપ અંકુરાઓને પ્રગટ કરવા લાગ્યા. તેમજ ગુરુ અને મેઘ એ મને જણે ધારા મધ ધર્મામૃતની વૃષ્ટિ કરે છતે કેટલાક ભ્રવ્ય જીવે અંતર અને બહારના પક-પાપ સમૂહનું પ્રક્ષાલન કરવા લાગ્યા.
પર્યુષણાપવ'માં આઢર શ્રેષ્ઠીની સાથે જયતાકે પાંચ કાડીથી ખરીદેલાં પુષ્પાવર્ડ શ્રી જિનેદ્રભગવાનની પૂજા કરી.
અને તે દિવસે ઉપવાસ કરી ધમ કાર્ય માં તત્પર થઈ ભક્તિ પૂવક મુનિઓને આહાર જ્હારાવ્યા બાદ તેણે પારણું કર્યું.
હવે આઢર શ્રેષ્ઠી આયુષના અંતે મરીને પૂર્વાપાત પુણ્યના સમૂહવડે ઉદ્દયન મંત્રી થયા.
તેમજ હે રાજન ! તે જયતાક કાલ ધમ પામીને ગૂર્જર દેશના નાયક એવા તું શ્રી કુમારપાલભૂપાલ થયા.
અને શ્રીયશેાભદ્રસૂરિ પણ કાલ કરી ઉજવલ પુણ્યથી હેમચ'દ્ર નામે હું તારા પવિત્ર ધર્માંગુરુ થયા છુ.
પૂર્વભવના વૈરથી સા"વાહના જીવ સિદ્ધરાજ ભૂપતિ તને મારવાની અત્યંત ઈચ્છા કરતા હતા. કારણકે; “વૈરબુદ્ધિ કોઈ દિવસ જીણુ થતી નથી”
ઉડ્ડયનમંત્રી અને હું પૂર્વ ભવના સ્નેહથી માહિત થઇ તારી ઉપર બહુ સ્નિગ્ધ થયા છીએ. ખરેખર સ્નેહ પણુ પૂર્વભવના સંખ'ધને અનુસરે છે.