________________
૩૧૮
કુમારપાળ ચરિત્ર સૂરીશ્વરે બહુ પ્રેમવડે શ્રાવકે પાસેથી ઘણું ભાતુ તેને અપાવ્યું.
ત્યારપછી તે જયતાક ફરતો ફરતો એકશિલાનગરીમાં ગયે, ત્યાં પ્રૌઢ લક્ષમીવાન સર્વસંપત્તિઓના નિધાનરૂપ એટરનામે પ્રસિદ્ધ શ્રેષ્ઠી રહેતે હતો. તેને ત્યાં દાસવૃત્તિ વડે તે દરિદ્ધી રહ્યો. અનુક્રમે વિહાર કરતા તે યશોભદ્રસૂરદ્ર પણ લોકના કલ્યાણ અર્થે ત્યાં પધાર્યા.
જ્યતાકને માલુમ પડવાથી સૂરીશ્વરના દર્શન માટે ગયે. દુઃખના સમયે હિત ઉપદેશ અને માર્ગમાં અપાયેલા ભાતાનું મરણ કરતા કૃતજ્ઞ તે જયતાક ગુરુમહારાજની સેવા કરવા લાગ્યો.
એક દિવસ આઢર શ્રેષ્ઠીએ તેને પૂછયું. આજકાલ આખે દિવસ તું કયાં રહે છે?
જયતાક બોલ્યો. યશોભદ્ર નામે મારા ગુરુ અહીં પધાર્યા છે. તેમના વચનામૃતનું પાન કરતે હું તેમની પાસે રહું છું. આઠરશ્રેષ્ઠી
જ્યતાકનું વચન સાંભળી ઓઢર શ્રેષ્ઠીને ગુરુમહારાજના દર્શનની ઈચ્છા થઈ. જયતાક અને વિવેકને આગળ કરી શ્રેષ્ઠી ગુરુ પાસે ગયો અને વિનયપૂર્વક તેણે વંદન કર્યું,
તેની ભદ્રક્તા જઈ સર્વ પ્રાણીઓના એક હિતકારી ગુરુમહારાજે શ્રાવક ધર્મને કંઈક ઉપદેશ આપે. શય્યામાંથી જાગ્રત થયેલાની માફક તે બંને જણે ગુરુનું વચન સાંભળી શુદ્ધ શ્રદ્ધાવડે શ્રાવક ધર્મને સ્વીકાર કર્યો. પછી પ્રમુદિત થઈ આઢર બે.
હે પ્ર! આપના અનુગ્રહથી મને જૈન ધર્મની પ્રાપ્તિ થઈ. આપને દક્ષિણામાં હું શું આપું?
મહામુનિ બેલ્યા. અમારું દર્શન–સાધુ માર્ગ નિઃસંગ હોય છે. તેથી બ્રાહ્મણની માફક અમે દક્ષિણા લેતા નથી. છતાં પણ મને કંઈક સેવા બતાવે, એમ બહુ આગ્રહથી તેણે ફરીથી કહ્યું. ત્યારે ગુરુમહારાજે કહ્યું છે તારે ભાવ હોય તે તું સુંદર એક ચૈત્ય-જિનાલય બંધાવ.
ત્યારપછી બહુ પુણ્યશાલી તે ઉત્કૃષ્ટ ઓઢરશ્રેષ્ઠીએ આકાશગંગાના