________________
શ્રીયશોભદ્રસૂરિ
૩૧૭ એ પ્રમાણે રાજાએ તેને બહુ તિરસ્કાર કરી તેનું સર્વસ્વ લુંટી લઈ તેને દેશમાંથી કાઢી મૂકે. ખરેખર તીવ્ર પાપ તત્કાલ ફલદાયક થાય છે.”
તે રાજાના તિરસ્કાર વડે બહુ દુઃખી થયેલે તે સાર્થવાહાધિપતિ તાપસ થઈ કઈ વનમાં અતિ દુસ્તપ તપશ્ચર્યા કરવા લાગ્યો.
તે તાપસ તીવ્ર તપવડે મરીને ઈદ્ર સમાન તેજવી ગૂર્જરદેશને અધિપતિ જયસિંહ નામે રાજા થયો. શ્રીયશોભદ્રસૂરિ
કેઈક મોટા વનમાં શરણ રહિત નાસતા જયતાને શ્રી યશોભદ્ર સૂરિ મળ્યા. ભવિષ્યમાં ભદ્રકતાને લીધે ભક્તિથી નગ્ન થયેલા જયતાકને સૂરીશ્વરે કહ્યું. " હે ભદ્ર ! શું કેઈએ તારો તિરસ્કાર કર્યો છે? જેથી તું આવી દીન અવસ્થામાં આવી પડે છે.
ચૌર્ય વડે સાર્થાધિપતિ-ધનદત્તથી પોતાના પરાજયનું કારણ કહીને તેણે સૂરીશ્વર પાસે કઈક ખાવાનું ભાતુ માગ્યું. - ત્યાર પછી ગુરુમહારાજ બોલ્યા. ઉત્તમ લક્ષ્મી પામીને પણ તે શા માટે વૃથા ચોરી કરી ? જેથી આ પ્રમાણે તું દુઃખી થયે છે. નિર્ધન માણસે પણ જે ચોરી કરવી યોગ્ય નથી, છતાં તે રાજ્યાધિપ થઈને તે ચૌર્યકર્મ કર્યું. તેથી તારે પરાજય થયો તે એગ્ય છે.
જે ચોરી કરવાથી તત્કાલ સ્થાનને ભ્રંશ, કુલને નાશ અને સર્વ વૈભવને ક્ષય થાય છે, તેવી ચેરીને કયે બુદ્ધિમાન પુરુષ કરે?
વળી જન્મપર્યત દરિદ્રપણું કંઈક સારૂ, તેમજ લેકેના ત્યાં દાસપણું સારૂં, પરંતુ પ્રાણુનાશક ચેરીથી પ્રાપ્ત થયેલ મહાન વૈભવ સારો નહીં. | માટે હે મહાશય ! સજજનેએ નિદિત એવા ચૌય કર્મને જન્મ પર્યત ત્યાગ કરી શ્રેષ્ઠ કાર્ય કરવામાં તું ઉઘુકત થા. એકશિલા નગરી
વિજળીના દીવા સમાન ગુરુના વાયવડે તે જ વખતે તેને સન્માર્ગનું જ્ઞાન થયું અને તત્કાલ તેણે કુમાગને ત્યાગ કર્યો.