________________
૩૩૬
કુમારપાળ ચરિત્ર દુકયાદિક કહેવા વડે સંઘને વિષે જે કોઈ પ્રાણીઓને મેં પીડા કરી હોય, તેમને હું હાથ જોડી ત્રિકરણ શુદ્ધિ-મન, વચન અને કાયાવડે ખમાવું છું. | સર્વ જીવ જાતિઓમાં ભ્રમણ કરતા મેં મન, વચન અને કાયા. વડે જે કંઈ પાપ કર્યું હોય, તે મને મિથ્યા દુષ્કૃત થાઓ.
દક્ષિયવડે અથવા લેભવડે અન્યને જે મેં મૃષા ઉપદેશ કર્યો હોય, તે સર્વ મારું મિથ્યા થાઓ.
પ્રમાદાદિકના ગવડે ધર્મકાર્યમાં મેં જે બલ છુપાવી રાખ્યું હોય, તે સંબંધી મિથ્યા દુષ્કૃત થાઓ.
ચરણાદિકના સ્પર્શ વડે પ્રતિમા પુસ્તકાદિકની જે આશાતના થઈ હેય, તે સર્વ આશાતના નાશ પામે. અનશન વ્રત
આ પ્રમાણે ક્ષમાપનાવડે જેમ સ્નાનવડે સર્વથા વિશુદ્ધ છે આત્મા જેને, એવા શ્રી કુમારપાલરાજર્ષિએ અનશન ગ્રહણ કર્યું.
પછી તેણે કહ્યું. ન્યાય માર્ગ વડે ધન સંપાદન કરી–સાત ક્ષેત્રમાં જે કંઈ પણ મેં વાગ્યું હોય, તે પુણ્યની હું અનુમોદના કરૂં છું.
દેવ અને સુગુરુની પૂજાઓ વડે તેમજ અમારિકરણ અને નિ૫ત્રક વિધવાઓના ધનની મુક્તિવડે જે પુણ્ય ઉપાર્જન કર્યું હોય, તેનું હું સ્મરણ કરૂં છું.
પાપને દૂર કરનારી શત્રુંજ્યાદિક તીર્થોની યાત્રાઓ કરી જે પુણ્ય મેં મેળવ્યું હોય, તેની હું ભાવના કરું છું.
તીર્થકર ભગવાન, સિદ્ધ ભગવાન, સાધુ અને ધર્મ એ ચારે મારું શરણું થાઓ,
તેમજ તે જગત પૂજ્ય ચારે મારા મંગલ રૂપ થાઓ. ચૈતન્યમય સ્વરૂપ ધારી આ મારે આત્મા જ મારે છે. આ સર્વે દેહાદિક ભાવ સાંગિક હેવાથી પૃથફ-ભિન્ન છે. આ લેકમાં છને જે દુઃખ થાય છે, તે ખરેખર દેહાદિકવડે