________________
સાવિ સલવાસ
૩૩૭ થાય છે, માટે મન, વચન અને કાયાવડ અવરથ ત્યાગવા લાયક તે દેહાદિકનો હું ત્યાગ કરૂં છું.
એમ સ્મરણ કર્યા બાદ રાજર્ષિએ ચિત્તને સાવધાન કરી શુભ ધ્યાન વડે પ્રપંચરહિત પંચપરમેષ્ઠિના નમસ્કાર નવકાર મંત્રનું સ્મરણ કર્યું. રાજર્ષિ સ્વર્ગવાસ
પછી રાજર્ષિ-શ્રીકુમારપાલ પિતે સમાધિસ્થ થયા. પિતાના હૃદયમાં સર્વ ભગવાન શ્રીહેમચંદ્રગુરુ અને પાપરૂપી મળીને પ્રક્ષાલન કરવામાં જળસમા તેમણે કહેલા ધર્મનું સમરણ કરી શ્રીકુમારપાલપતિ વિષની લહરીથી પ્રગટ થયેલી મૂછવડે કાલ કરી વિક્રમ સંવત (૧૨૩૦) માં વ્યતરેંદ્રપણે ઉત્પન્ન થયા.
શ્રીકુમારપાલભૂપતિને સ્વર્ગવાસ થવાથી તેમને સર્વ પરિવાર ખિન્ન થઈ ગયા. “સૂર્યને અસ્ત થવાથી કમલાકર-કમલસમૂહ વિકસ્વર કયાંથી રહે??
મોટી ત્રાદ્ધિવડે રાજર્ષિને સંસ્કારવિધિ કરીને અજયપાલ વિગેરે તેમના ભત્રીજાઓએ સર્વ અંત્યક્રિયાઓ કરી.
ત્યારબાદ તેવા ઉત્તમ પ્રકારના ધાર્મિક ગૂર્જરેશ્વરની વિપત્તિથી ખિન્ન થયાં છે મન જેમનાં અને જેમના ગુણ ગૌરવનું વારંવાર સ્મરણ કરતા ઉત્તમ કવિઓએ કાવ્ય રચનાઓ કરી.
क्षीणो धर्म महोदयोऽद्य करुणा प्राप्त कथा रोषतां,
शुष्का नीतिलता विचारसरणिः शीर्णा गता साधुता । औचित्यं च परिच्युतं जिनमतोल्लासः क्रशीयानभूच्छीचौलुकयमहीपतौ क्षितितलात् स्व.कमासेदुषि ॥१॥
આજે શ્રીકુમારપાલભૂપતિ ભૂતલને ત્યાગ કરી સર્વ લેકમાં પધાર્યા, તેથી ધર્મને મહોદય ક્ષીણ થયે.
કરૂણા-દયા નામ માત્ર થઈ ગઈ, નીતિરૂપલતા વેલી સુકાઈ ગઈ વિચારસરણિ વિખરાઈ ગઈ. સાધુતા નષ્ટ થઈ ગઈ. ભાગ-૨ ૨૨