________________
૩૩૫
અંતિમ ક્ષમાપના અંતિમ ક્ષમાપના
રાજર્ષિ શ્રીકુમારપાલે રામચંદ્ર મુનીશ્વરને બોલાવ્યા. તેમણે અંતિમ આરાધના કરવાને વિધિપૂર્વક પ્રારંભ કર્યો. - સૂર્યના બિંબ સમાન તેજસ્વી શ્રી જિનેંદ્ર ભગવાનની મૂર્તિ પિતાની આગળ સ્થાપન કરી વિધિ પ્રમાણે પૂજન કરી વારંવાર નમસ્કાર કર્યા.
શ્રીનિંદ્ર ભગવાનને સાક્ષીભૂત કરી શ્રીમાન કુમારપાલભૂપતિએ પાપ પ્રક્ષાલનની ઈચ્છાથી શુદ્ધ મનવડે મુનિની આગળ કહ્યું.
જન્મથી આરંભી આજ સુધી સ્થાવર અને ત્રણ પ્રાણીઓને જે કાંઈપણ મેં વધ કર્યો હોય, તે તેની હું વારંવાર ક્ષમા માગું છું.
સ્વાર્થ અથવા પરાર્થ વડે સ્કૂલ કે સૂક્ષ્મ જે કંઈ અમૃતવચન બોલવામાં આવ્યું હોય, તેનું હું અતિ યત્નથી મિથ્યા દુષ્કત માગું છું.
નીતિ અથવા અનીતિ વડે પારકું ધનાદિક દ્રવ્ય, જે આપ્યા વિનાનું મેં લીધું હોય, તેને હું નિરપેક્ષ બુદ્ધિએ ત્યાગ કરૂં છું.
પિતાની અથવા પર સ્ત્રી સાથે જે મેં મૈથુન સેવ્યું હોય અથવા જે દિવ્યભેગનું ચિંતવન કર્યું હોય, તેની હું ડરવાર નિંદા કરૂં છું.
ધન, ધાન્ય, ક્ષેત્ર, ગૃહ, સુવર્ણ, દાસ અને અશ્વાદિકમાં અધિક વૃદ્ધિ પામેલી તૃષ્ણાને હું એકાગ્ર મનથી ત્યાગ કરૂં છું.
જન્મથી આરંભી મેં રાત્રીએ જે ભેજનાદિક કર્યું હોય તેમજ અભક્ષ્યનું ભક્ષણ કર્યું હોય, તે સર્વ ગર્વિતની હું નિંદા કરૂં છું.
દિગ્વિરતિ વગેરેમાં અને સામાયિકાદિકમાં મેં જે અતિચાર કર્યા છે, તેમને હું ફરીથી નહીં કરવા માટે ત્યાગ કરૂં છું.
પૃથ્વીકાયાદિના સ્વરૂપ વડે થાવરોમાં વાસ કરતા મારાથી જે જીને અપરાધ થયે હેય, તે સર્વ ની હું ક્ષમા માગું છું.
સપણામાં તેમજ તિથચ, નરક, નર અને દેવતાઓના ભવમાં રહી મેં જે જીવને દુખ આપ્યું હોય, તે પ્રાણીઓ મારી ઉપર ક્ષમાવાન થાઓ.