________________
૩૨૭
અંતિમદેશના
બાદ કિચિત પુણ્યના ભેગથી કથંચિત પ્રકારે નરક સ્થાનમાંથી નીકળેલા પ્રાણીઓ નરક સમાન સ્ત્રીઓના ગર્ભમાં ઉત્પન્ન થાય છે.
દરેક રૂંવાટાઓમાં તપાવેલી સૂચી–સે વડે ભેદાતા પ્રાણીને જે દુઃખ થાય છે, તેથી આઠગણું દુઃખ ગર્ભવાસમાં થાય છે.
ગવાસમાં ઉત્કૃષ્ટથી બાર વર્ષ સુધી નીચે મુખે રહીને તે પ્રાણીઓ જન્મ સમયે કષ્ટથી મુડદા સમાન અચેતન થાય છે.
બાલ્યાદિક ત્રણે અવસ્થાઓમાં અશુચિપણું, વિરહાગ્નિ, વિકલતા અને પ્રચંડ રેગાદિકને લીધે મનુષ્ય બહુ દુઃખથી ઘેરાઈ જાય છે,
તેમજ નિર્ધનતા, સ્ત્રી પુત્રને અભાવ, દાસ્ય, વર, યુદ્ધાદિક અને જનકાદિકના તિરસ્કાર વડે મનુષ્ય કેવલ દુઃખના પાત્ર થાય છે.
ત્યાં પણ કંઈ સુકૃત કરી દાનાદિક ઉત્તમ કર્મોવડે ભદ્ર આશયવાળા કેટલાક મનુષ્ય દેવપણું પામે છે.
તેમજ ત્યાં પણ દુષ્કર્મના ઉદયથી કેટલાક કિલિવષિકાદિક દેવસ્વામીની સેવા વડે કિકરની માફક બહુ ખેદ કરે છે.
વળી કેટલાક દેવે બીજા દેવેની શ્રી સમૃદ્ધિ અને સ્ત્રીઓને જોઈ વાગ્નિના ખીલાએથી સાયેલા હોય, તેમ પિતાના હૃદયમાં બળે છે.
કેટલાક કામાંધ થયેલા દેવે ઉત્તમ એવી અન્ય દેવીઓનું * હરણ કરી કૃષ્ણરાજી વિમાનમાં ચોરની માફક સંતાઈ જાય છે.
તે તેમનું અકૃત્ય જાણી તેમને અધિપતિ ઈદ્ર તેમના મસ્તક પર વા મારે છે.
જેથી તેની પીડાવડે તેઓ મૂછિતની માફક છ માસ સુધી બહુ આઠંદ કરે છે. ' વળી તેઓ પોતાની ભવિષ્યમાં થનાર દુર્ગતિ માનીને તેમજ તેવા પ્રકારને વૈભવ માની જે દુખ ભોગવે છે, તેને કહેવા માટે કેઈપણ સમર્થ નથી.
એ પ્રમાણે ઈર્ષા, માન, માયા, લાભ, ઉદ્વેગ અને ભયાદિક વડે અત્યંત વ્યાકુલ થયેલા દે કેવી રીતે સુખી હોય ?