________________
૩૨૬
કુમારપાળ ચરિત્ર નરકસ્થાનમાં નારકી જેને જે ઉટક દુઃખ થાય છે, તેથી અનંતગણું નિગદના છને તે દુઃખ થાય છે,
પછી બહુ દુઃખવડે ત્યાંથી નીકળી તે જ પૃથ્વી, જલ, અગ્નિ અને વાયુકાયમાં અસંખ્યાત ઉત્સર્પિણી કાલસુધી રહે છે.
મહાક વડે તેઓમાંથી નીકળી તે અનંત કાલ સુધી બહુ દુઃખ ભેળવીને હજાર વર્ષ સુધી વિકલૈંદ્રિમાં રહે છે.
ત્યારબાદ વિવિધ પ્રકારના ભવભ્રમણ કરી તે જ પંચેદ્રિયપણું પામી જલ, સ્થલ અને ખેચર એવા તિર્યમાં ઉત્પન્ન થાય છે.
ત્યાં સ્થૂલ શરીરવાળા મસ્યાદિકને જાળ વડે જલમાંથી ખેંચી લઈ પૂર એવા કૈવત્ત—મત્સી મારો તીણ કુઠાર કાષ્ઠની જેમ ચીરી નાખે છે.
ક્ષુધા, તૃષા, અંગછેદ, વિછેદ, ભ–ડામ અને વાહાદિક ક્રિયાઓ વડે અત્યંત પીડાતા વૃષભાદિક છે પ્રત્યક્ષ દેખાય છે.
વાગુરા–જાલ વિગેરેના પ્રયોગ વડે મૃગલાં વિગેરે પ્રાણીઓને બાંધી માંસ પાકમાં પ્રવીણ એવા વ્યાધ લેકે તૈલાદિકની અંદર પકાવે છે.
તેમજ બહુ ખેદની વાત છે કે, દયાહીન એવા કસાઈ લોકો વિવિધ પ્રકારના કપટ વડે ચકલાં વિગેરે પક્ષીઓને પકડી લેતાદિકના ખીલાઓ પર તેમનું માંસ પકાવે છે.
ત્યાં ક્રૂરતા વડે હજારો પાપ કરી તે પ્રાણીઓ શરણરહિત નરક એનિને પામે છે.
તેની અંદર ઉત્પન્ન થયેલા તે જ દરેક અંગ છેદ, વજઅગ્નિ સમાન દાહ અને નેત્ર કર્ષણાદિકવડે ઘણી પીડાઓને સહન કરે છે.
વળી પૂર્વનું વર સંભારી પરસ્પરશના ઘાતવડે મુશળથી ખાંડેલા દાણુઓની માફક તે પોતે ટુકડાઓ થાય છે.
નરક સ્થાનમાં પચાતા નારકી જાને હંમેશાં જે દુઃખ થાય છે, તે કહેવાનું લક્ષ જીનહાવાળે પણ કોઈ સમર્થ નથી.