________________
કુમારપાળ ચરિત્ર
એમ કેવલ દુઃખમય સમગ્ર સંસારના વિચાર કરી વિવેકી પુરુષાએ એકાંત સુખમય મુકિત સાધવામાં ઉદ્યુત થવુ.
વળી તે મુકિતનું મુખ્ય સાધન સત્પુરુષાને આત્મજ્ઞાન જ કહ્યું છે. કારણ કે અકુરાની ઉત્પતિ ખીજ સિવાય અન્યથી હાતી નથી. જેથી આ પેાતાના આત્માનું સ્વરૂપ જણાય તેજ શાસ્ત્ર, વિવેકીપણું ચારિત્ર, તપ, ધ્યાન અને સમાધિ પણ તેજ કહેવાય.
જેએ આ સમસ્ત વસ્તુને જાણવા માટે બૃહસ્પતિસમાન થાય છે. તેઓ પણ પેાતાના આત્માને જાણવા માટે મૂઢની માફક મ થાય છે. સ્ફુરણાયમાન મેહરૂપી મહા નિદ્રાથી વ્યાપ્ત થયેલા ત્રણે લેાકમાં ખરેખર જ્ઞાન ચક્ષુષવાળા એક આત્મજ્ઞાની જ જાગે છે.
જ્યાં સુધી ઉત્કૃષ્ટ ધ્યાનરૂપ અમૃતના પૂર વડે આ આત્મા ધાવાતા નથી, ત્યાં સુધી દુઃખરૂપી શ્યામતામાં લીન થયેલે! તે શુદ્ધ થતા નથી.
૩૨૮
સવ` ઇંદ્રિએ જેને વશ થઇ હાય, કામાદિક કષાયાના વિજય કર્યાં હાય,
હૃદયમાં વૈરાગ્ય રહ્યો હાય, તેમજ મૈગ્યાદિથી જેનું અંતઃકરણ સુવાસિત હૈાય એવા સત્યપુરુષ ધ્યાનને ઉચિત થાય છે.
બુદ્ધિમાન પુરુષે આત્મજીજ્ઞાસા માટે પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ અને રૂપાતીત-રૂપ વત એમ ચાર પ્રકારનું ધ્યાન કરવું.
શરીરમાં રહેલા કમથી નિમુક્ત અને જ્ઞાનવાન એવા શ્રી જિનેન્દ્ર ભગવાન જેની અંદર સ્મરણુ કરાય, તે પિ ંડસ્થ ધ્યાન કહ્યુ' છે.
શ્રીમદ્ અર્હમ્ય અને ચંદ્રના સરખાં ઉજવલ જે મંત્ર પો હૃદય કમલમાં ચિંતવન કરાય, તેને પદસ્થ ધ્યાન કહ્યું છે.
પ્રાતિહાય સહિત સમવસરણમાં બેઠેલા શ્રી જિનેદ્ર ભગવાનનું તેમજ તેમની પ્રતિમાનું જે ધ્યાન કરાય, તે રૂપસ્થ ધ્યાન કહ્યું છે. અમૃત્ત-મૂતિ રહિત ચિન્મય સિદ્ધ સ્વરૂપ,. જ્યાતિમય અને નિરજન એવા પરમાત્માનું જેની અ ંદર સ્મરણુ કરાય, તે રૂપાતીત ધ્યાન કહ્યુ છે.