________________
૩૩૨
કુમારપાળ ચરિત્ર વિષે અતિશય નેહ , તે કેવલ મારી ભ્રાંતિ જ છે. “કારણ કે, હાલમાં આપે નેહને ત્યાગ કર્યો છે.”
મનુષ્યને બોધ આપી ખરેખર હાલમાં દેવે બેધ આપવાની ઈચ્છાથી આપે સ્વર્ગવાસ કર્યો, “કારણ કે, સંતપુરુષે સર્વને હિતદાયક હોય છે.”
હે ગુરુમહારાજ ! વારંવાર એટલે બધે મને પશ્ચાત્તાપ થાય છે કે, રાજ્ય મળ્યા પછી મેં આપનો કંઈપણ ઉપકાર કર્યો નથી. શિષ્યવર્ગ
પિતાના ગુરુના સ્વર્ગવાસથી અંતઃકરણમાં દુઃખી થયેલા રામચંદ્રાદિક શિવે તે સમયે કરૂણસ્વરે વિલાપ કરવા લાગ્યા.
હે પ્રભો ! આપના સ્વર્ગવાસથી પ્રભાવરૂપી સાગર સુકાઈ ગયે.
ઉત્તમ ગુણેને આકર-નિધાન બંધ થઈ ગયે અને જ્ઞાનરૂપી યજ્ઞ ક્ષીણ થયે.
ઉદર માત્રની પૂર્તિ કરનાર આચાર્ય હાલમાં ઘણું છે, પરંતુ તમારી માફક રાજાને બેધ આપી જગતને ઉદ્ધાર કેણ કરશે ? ' હે ભગવાન! જ્ઞાનના પ્રદીપ સમાન આ૫ નિર્વાણ પદ પામે છતે અજ્ઞાનરૂપી અંધકારના તરગે પૃથ્વીને ડુબાવશે.
વિષવૃક્ષની માફક મિથ્યાત્વને નિમૅલ કરી કલ્પવૃક્ષની માફક તેને સ્થાનમાં સમ્યકત્વને કેરું સ્થાપન કરશે?
આ પ્રમાણે વિલાપ કર્યા બાદ શકાશ્રુથી અલ્પ સરોવરને નિર્માણ કરતા સંઘ અને રાજાએ મળીને દિવ્ય રચનાથી સુશોભિત એક સુંદર પાલખી તત્કાલ તૈયાર કરાવી.
પ્રથમ સ્નાન કરાવ્યું. પછી ચંદન લેપ કર્યો તેમજ ઉત્તમ રેશમી વસ્ત્ર અને સુગંધિત માલાઓથી અલંકૃત ગુરુમહારાજની મૂર્તિને વૃદ્ધ મુનિઓએ તે શિબિકામાં રથાપન કરી.
બાદ મેટા ઉત્સવ સાથે ઉત્તમ શ્રાવકે પાલખીને નગરની બહાર લઈ ગયા પછી કપૂર અને અગરૂ ચંદનના કાઠે વડે ગુરુમહારાજના દેહને સંસ્કાર કર્યો.