________________
૩૩૦.
કુમારપાળ ચરિત્ર હે ભગવાન ! આપે સ્વર્ગમાં જવની તૈયારી કરી છે, તે હાલમાં મને અખંડિત ધર્મ ક્રિયાના સમૂહરૂપ નૃત્યની શિખામણ કોણ આપશે?
અંતિમ સમયમાં અગાધ એવા મોહ સાગરની અંદર ડુબતા મને તમારા વિના નિર્ધામણારૂપ હસ્તાવલંબન કેણ આપશે ?
હે સ્વામિ ! આપના ચરણકમલની ઉપાસના જે મારા મનોરથ પૂર્ણ કરનાર હોય તે તે વડે મોક્ષ પર્યત તમે જ મારા ગુરુ થાઓ.
એ પ્રમાણે રાજાના વિલાપવડે સૂરીશ્વરનું હૃદય ભેદાઈ ગયું અને નેત્રમાં પ્રસરતા અશ્રુને બહુ કષ્ટથી રેકીને તે સૂરદ્ર પિતાના ચરણમાં પડેલા શ્રીકુમારપાલને અતિ પ્રયાસવડે ઉભું કરી ગંગાની લહેરી સમાન શુદ્ધવાણી વડે કહેવા લાગ્યા.
હે રાજન ! જન્મથી આરંભી નિખાલસ ભક્તિમય તારા હૃદયમાં, કેતરાયેલાની માફક હું સ્વર્ગમાં જઈશ, તે પણ તારાથી જુદો નથી.
શુદ્ધ મનવડે જૈન ધર્મની તે આરાધના કરી છે, માટે તારી આગળ મોક્ષ પણ દુર્લભ નથી. તે સદગુરુનું તે કહેવું જ શું ?
હે રાજન! અમારા વચનથી જૈન ધર્મને સ્વીકાર કરી ભૂમંડલમાં તેનું સામ્રાજય પ્રવર્તાવી, તું ત્રાણુરહિત કેમ ન થયો ગણાય?
સલ્કિયા સ્થાપન કરવામાં આચાર્ય સમાન હે રાજર્ષિ ! ક્રિયાથી ભ્રષ્ટ થયેલા અન્ય લોકોને કિયા માર્ગમાં તું પ્રવર્તાવે છે, તે હવે તારે કંઈ શિક્ષા બાકી રહી છે? - પ્રથમ સર્વ લોકોની સાક્ષીએ જેને પરાજય કર્યો છે, તે મેહ અંત સમયમાં પણ કેવી રીતે તારો પરાજ્ય કરશે ? માટે સહજ દીર્ય વડે તું પિતાનું મન દઢ કર, કારણ કે, અમારા મરણ પછી નજીકમાં તારૂં મૃત્યુ થવાનું છે.
મરણ સમયે ક્ષમાપના અને અનશનાદિક ક્રિયા તારે સારી રીતે કરવી, કારણકે તે સિવાય પ્રાચીન શુભ કાર્ય ભસ્મમાં હેમેલા હત્યની. માફક વૃથા થાય છે.