________________
૨૭૬
કુમારપાળ ચરિત્ર તાળવાં તૃષાથી સુકાઈ ગયાં, માત્ર એક નેત્રના જળ વિના બીજું જળ દેખાતું ન હતું, તે પાણીને ત્રાસ જોઈ ઉદાયનરાજાએ પ્રભાવતી દેવનું સમરણ કયું. | સ્વર્ગમાંથી આવી પ્રભાવતી દેવે ત્યાં સુંદર જલથી ત્રણ તળાવ સંપૂર્ણ ભર્યા. કાલના મુખમાં આવી પડેલા સૈનિકે તત્કાલ અમૃત સમાન તે જળનું વારંવાર પાન કરી જીવતા રહ્યા. જળપાન વડે જીવિત લેકેએ તે સમયે જીવનય અને અમૃત એ બંને જળનાં નામ સાર્થક માન્યાં.
પિતાનું રીન્ય સ્વસ્થ થયે છતે રાજાએ ત્યાંથી પ્રયાણ કર્યું. બહુ ઝડપથી ચાલતા તેઓ ઉજજયિનીમાં જઈ પહોંચ્યા.
ત્યાં ઉદાયન અને પ્રદ્યોત રાજાએ પરસ્પર દૂત મોકલી રથમાં બેસી યુદ્ધ કરવું, એવી પ્રતિજ્ઞા કરી.
સંગ્રામના અભિમાનની મૂર્તિ સમાન ઉદાયન રાજા ધનુષ બાણ, ચઢાવી રણભૂમિમાં ઉભે રહ્યો. રથમાં બેસી આ રાજા મારાથી જીતાશે નહીં, એમ જાણે રથની પ્રતિજ્ઞાને ત્યાગ કરી ગંધહાથી પર બેસી ચંડપ્રદ્યોત રાજા યુદ્ધ ભૂમિમાં આવ્યું.
હાથી પર બેઠેલા પ્રદ્યોતને જોઈ કેપ કરી ઉદાયન છે.
રે! રે! તું આવે બલવાન થઈને પણ પ્રતિજ્ઞાથી ભ્રષ્ટ કેમ. થયે? રથમાં બેસી હું યુદ્ધ કરીશ, એમ પ્રથમ બેલીને હાલમાં તું પિતે અન્યથા-હાથી પર આવતે સ્વજનની આગળ શું શરમાતા નથી?
અન્યના ઘરમાં પ્રવેશ કરી ચેરની માફક મૂર્તિ અને દાસીનું અપહરણ કરતાં તેને લાજ આવી નહી, તે પ્રતિજ્ઞાને ભંગ કરવામાં તને શી લાજ આવે? - જે કે જીવવાની ઈચ્છાથી તે તારી પ્રતિજ્ઞા લજજાની સાથે છેડી દીધી છે, પરંતુ મારા હાથથી છડેલાં બાવડે તું જીવવાને નથી. એમ કહી ઉદાયનરાજા કુંભારના ચક્રની માફક બહુ વેગથી રથને ભમાવી પિતાના શત્રુને મારવા માટે દોડશે.