________________
ધંધુકાનગર
૨૧
બહુ માણસો હોવાથી આ સંઘ માગમાં દુઃખી ન થાય, એટલા માટે હંમેશાં તેઓ પાંચ ગાઊ ચાલતા હતા. જેડા વિના પગે ચાલતા પિતાના ગુરુને જોઈ શ્રીકુમારપાલ પણ ભક્તિરસમાં મગ્ન થયો છતાં ઉઘાડા પગે ચાલવા લાગ્યા.
ત્યાર પછી ગુરુએ કહ્યું. હે રાજન્ ! માર્ગમાં પગે ચાલવું એ મુનિઓને ધર્મ છે, કારણ કે તેઓ પ્રાણીઓના રક્ષક હેાય છે.
પરંતુ તે કઠિન ધર્મ પાળવે તે તને યેગ્ય નથી, અને એમ કરવાથી તેને પણ વખતે પ્રમાદ આવી જાય, માટે તને બહુ કહેવું ઉચિત નથી. યોગ્યતા સમજી તું અધાદિક વાહનને સ્વીકાર કર અથવા પગમાં જોડા પહેર.
રાજાએ વિનતિપૂર્વક જણાવ્યું. હે ગુરુમહારાજ! પ્રથમ અવથામાં દરિદ્રતાને લઈ પરવશપણાથી કયા ઠેકાણે હું પગે નહેતે ચાલે ? પરંતુ તે તે નકામું હતું, અને આ હાલનું પાદચારી પણું તે તીર્થનું કારણ હવાથી અતિ સાર્થક છે. કારણ કે એનાથી મારા અનંત ભવ ભ્રમણનું દુઃખ નિવૃત્ત થાય છે.
એમ યુકિતવડે ગુરુએ કરેલા વાહન ગ્રહણ કરાવવાના આગ્રહને દૂર કરી અભિગ્રહધારીની માફક રાજર્ષિ શ્રીકુમારપાલરાજા માર્ગમાં તેજ પ્રમાણે ચાલવા લાગ્યું.
રાજગુરુ અને રાજાને પાદચારી જોઈ તેમની ભકિત માટે બીજા પણ સંઘના લેકે મુનીંદ્રની માફક પગે ચાલવા લાગ્યા.
માત્ર આશ્ચર્ય એ હતું કે, શરીરે વળગતી સંઘ પ્રયાણની ધૂળવડે યાત્રાળુઓ ધાયેલા વસ્ત્રની માફક નિર્મળપણું ધારણ કરતા હતા.
દરેક સ્થાનમાં ફુરણાયમાન મૈત્ય પરિપાટી અને પૂજનાદિક વડે ઘરમાં રહેલાની માફક કેઈપણ માણસ પ્રયાણને પરિશ્રમ જાણતું ન હોતે. ધંધૂકાનગર
અનુક્રમે ચાલતા સર્વ સંઘના લેકે ધંધૂકા નગરમાં પહોંચ્યા. ત્યાંના લોકેએ શ્રી હેમચંદ્રસૂરિના જન્મ સ્થાનની ભૂમિ બતાવી.