________________
સૂરિ પ્રબંધ
૩૦૭ તારી ઉપર ચઢી આવતે મહાપરાક્રમી બાદશાહ પલંગમાં સુતે હતો. તેના સૈન્યમાંથી સુતેલે તેને પલંગ સહિત અહીં હું લા છું.
તે સાંભળી રાજા તેના મુખ સામું જુએ છે, તેટલામાં સંધ્રમથી જાગ્રત થયેલે શકાધીશ પણ વિચાર કરવા લાગે.
તે સ્થાન કયાં ગયું ? તે સૌન્ય કયાં ? અને હું અહીં કયાંથી આવે ? આ મારી આગળ કેણ ઉભા છે ? આ સર્વ સ્વપ્ન સમાન શું છે?
ચારે દિશાઓમાં દિવ્ય દષ્ટિ પ્રસારતા ગુરુરાજ બોલ્યા. હે શકા ધીશ ! શાખાથી ભ્રષ્ટ થયેલા વાનરની માફક તું શે વિચાર કરે છે? સૂરિ પ્રબોધ
આ જગતમાં પિતાના ધર્મનું એક છત્રવાળું આશ્વર્ય ચલાવતા જે રાજાની સહાય દેવતાઓ પણ કરે છે.
તેમજ જે રાજા ઘર અને ભૂમિના મધ્યમાંથી પણ શત્રુભૂત રાજાઓને પોતાની શક્તિ વડે કિકરની માફક ક્ષણમાત્રમાં પિતાની પાસે લવરાવે છે.
અને ગર્વિષ્ઠ રાજાઓના ગર્વરૂપ રજને હરણ કરવામાં વાયુ સમાન તે આ શ્રીકુમારપાલરાજાએ
પિતાના દેશમાં આવતા તને દાસની માફક બાંધીને અહીં લવરાવ્યું છે.
હે શકનાયક ! એવી એની અપૂર્વ શકિતને વિચાર કરી પિતાના હિત માટે શરણ કરવા લાયક એનું તું શરણ કર.
એ પ્રમાણે સુરીંદ્રનું વચન સાંભળી આશ્ચર્ય, ભય, ઉદ્વેગ, ચિંતા અને લજજાદિકભાવને પ્રાપ્ત થયેલા બાદશાહે ગર્વની સાથે પલંગને ત્યાગ કર્યો.
- સાક્ષાત્ વિદ્યાના પ્રકાશ સમાન શ્રી હેમચંદ્રસૂરિને પ્રણામ કરી પશ્ચાત બાદશાહે રાજાને નમસ્કાર કર્યો.
અહે! મનુષ્યની પરવશતાને ધિક્કાર છે.